Get The App

'મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી અજિત પવાર હશે...', NCPના પોસ્ટર લાગતા ભાજપ-શિવસેના ચિંતામાં!

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
'મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી અજિત પવાર હશે...', NCPના પોસ્ટર લાગતા ભાજપ-શિવસેના ચિંતામાં! 1 - image


Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં બુધવારે (20મી નવેમ્બર) 288 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. શનિવારે (23મી નવેમ્બર) મતગણતરી થશે. આ દરમિયાન મહાવિકાસ અઘાડી (MVA)ના નેતાઓમાં મુખ્યમંત્રી પદને લઈને અંદરો-અંદર ખેંચતાણ થઈ રહી છે. તો મહાયુતિમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી અફવાઓ વચ્ચે બારામતીમાં કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે 'રાજ્યના આગામી સીએમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ અજિત પવાર હશે.'

બારામતીમાં આ પોસ્ટર એવા સમયે લગાવવામાં આવ્યું છે, જ્યારે રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અજિત પવારના મુખ્યમંત્રી બનવાની શક્યતાઓ અંગે ચર્ચા ચાલી રહી છે. આ પોસ્ટરો દ્વારા એવો સંકેત આપવામાં આવી રહ્યો છે કે પાર્ટી અને સમર્થકો દ્વારા અજિત પવારને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. અલગ-અલગ જગ્યાએ લગાવવામાં આવેલા આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે અજિત પવારને સતત આઠમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવા બદલ અભિનંદન.

આ પણ વાંચો: CMની ખુરશી એક, દાવેદાર અનેક: ચૂંટણી પરિણામ પહેલા જ મહાયુતિ અને MVAમાં અંદરોઅંદર મતભેદ


બારામતી એનસીપીનો ગઢ રહ્યો છે. અહીંથી જ અજિત પવાર જીતીને વિધાનસભા પહોંચ્યા છે. આને પરિણામો પહેલા મહાગઠબંધન પર દબાણ બનાવવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ બેનરો પાર્વતી વિધાનસભા વિસ્તાર અને બારામતી વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. અજિત પવાર મહારાષ્ટ્રના ચાર વખત નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ અનેક વખત મંચ પરથી મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમના કાકા શરદ પવારથી અલગ થયા બાદ ભાજપ પવાર અને તેમના કાર્યકરો ઈચ્છે છે કે રાજ્યની કમાન તેમને સોંપવામાં આવે.

દેવેન્દ્ર ફડણવીસના પણ પોસ્ટરો લાગ્યા

અગાઉ દેવેન્દ્ર ફડણવીસના કાર્યકર્તાઓએ તેમને ભાવિ મુખ્યમંત્રી ગણાવતા બેનરો લગાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં રાજ્યમાં ભાવિ મુખ્યમંત્રીના બેનર લાગવાને કારણે રાજકીય વાતાવરણ ગરમાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

'મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી અજિત પવાર હશે...', NCPના પોસ્ટર લાગતા ભાજપ-શિવસેના ચિંતામાં! 2 - image


Google NewsGoogle News