તમને બોલવાનો હક નથી: ચાલુ મીટિંગમાં અજીત પવારે કાકાને ચૂપ કરાવ્યા, બે કલાક મૌન રહ્યા શરદ પવાર

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
તમને બોલવાનો હક નથી: ચાલુ મીટિંગમાં અજીત પવારે કાકાને ચૂપ કરાવ્યા, બે કલાક મૌન રહ્યા શરદ પવાર 1 - image

Ajit Pawar silenced Sharad Pawar: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. શનિવારે પૂણેમાં એક રસપ્રદ ઘટના બની જ્યારે NCPના વડા અજિત પવાર અને NCP (પવાર)ના નેતા શરદ પવાર જિલ્લા આયોજન અને વિકાસ સમિતિ (DPDC)ની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અજિત પવાર અહીંના ગાર્જિયન મિનિસ્ટર હોવાને કારણે વિકાસ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. ત્યારે તેમણે શરદ પવારને કહ્યું કે, તમે ચૂપ રહો તમને સવાલો ઉઠાવવાનો અધિકાર નથી.

બેઠક દરમિયાન અજિત પવારે શરદ પવાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "તમે માત્ર આમંત્રિત સભ્ય છો, અને તમને ડીપીડીસીની બેઠકમાં પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર નથી. ધારાસભ્ય સાંસદ કમિટીની બેઠકોમાં માત્ર આમંત્રિત સભ્ય હોય છે. અને તેમને જિલ્લા આયોજન સમિતિની બેઠકોમાં બોલવાનો કે પ્રશ્નો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી." આ બેઠકમાં શરદ પવાર ઉપરાંત સાંસદ સુપ્રિયા સુલે પણ હાજર હતા.

બેઠકમાં પહોંચ્યા હતા શરદ પવાર 

બેઠક દરમિયાન જ્યારે પુણેમાં મહત્ત્વપૂર્ણ કામો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે અજિત પવારે સુપ્રિયા સુલે અને શરદ પવારને કહ્યું કે, નિયમો મુજબ ધારાસભ્યો અને સાંસદોને જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં બોલવાનો કે પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર નથી. અહીં શરદ પવાર, સુપ્રિયા સુલે, અમોલ કોલ્હે અને કેટલાક ધારાસભ્યો તેમના મતવિસ્તારના પ્રશ્નો, મુદ્દાઓ અને સમસ્યાઓ ઉઠાવી રહ્યા હતા.

શરદ પવારે સવાલ એક પ્રશ્ન કરતાં તેમણે કહ્યું હતું કે, 'કૃપા કરીને તાલુકાવાર આંકડાઓ બતાવો કે, કોને કેટલું ભંડોળ ફાળવવામાં આવ્યું છે અને વિકાસના કામો પર કેવી રીતે ખર્ચ કરવામાં આવ્યો છે.  તેનાથી વધારે સ્પષ્ટતા થશે, અને દરેક લોકો સમજી પણ જશે.' આ પ્રશ્ન પર અજિત પવારે કહ્યું, 'મીટિંગમાં માત્ર DPDC સભ્યો જ બોલી શકશે. અન્ય આમંત્રિત સભ્યોને જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં બોલવાનો કે પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર નથી.'

શરદ પવાર ખુરશી પરથી ઉભા થયા

આ પહેલા જ્યારે અજિત પવાર જિલ્લા આયોજન અને વિકાસ સમિતિની બેઠકમાં ભાગ લેવા પુણે પહોંચ્યા ત્યારે શરદ પવાર પોતાની ખુરશી છોડીને ઉભા થઈ ગયા હતા. જો કે, એનસીપી (એસપી) બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ દાવો કર્યો હતો કે, તેમના પિતાએ ઉભા રહીને પ્રોટોકોલનું પાલન કર્યું હતું, પરંતુ જ્યારે ડેપ્યુટી સીએમએ વિકાસ નિધિના વિતરણ અંગે સવાલો પૂછ્યા ત્યારે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. 83 વર્ષીય શરદ પવાર રાજ્યસભાના સભ્ય તરીકે અહીં જિલ્લા આયોજન અને વિકાસ પરિષદ (DPDC) ની બેઠકમાં હાજરી આપી હતી.


Google NewsGoogle News