મારાથી ભૂલ થઈ ગઈ...: લોકસભા ચૂંટણીના કયા નિર્ણય પર અજિત પવારને થઈ રહ્યો છે પસ્તાવો

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
મારાથી ભૂલ થઈ ગઈ...: લોકસભા ચૂંટણીના કયા નિર્ણય પર અજિત પવારને થઈ રહ્યો છે પસ્તાવો 1 - image


Image Source: Twitter

Ajit Pawar: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે મંગળવારે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પત્નીને બહેન સામે ચૂંટણી લડાવી તે મારી ભૂલ હતી. મારે આવું નહોતું કરવું જોઈએ. હું મારી બધી બહેનોને પ્રેમ કરું છું. તમને જણાવી દઈએ કે, બારામતી લોકસભા મતવિસ્તારથી સુપ્રિયા સુલે સામે અજિત પવારના પત્ની સુનેત્રા પવારે ચૂંટણી લડી હતી, જેમાં સુપ્રિયા સૂળેની જીત થઈ હતી.  

શું બોલ્યા અજિત પવાર

મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. આ વચ્ચે અજિત પવાર રાજ્યવ્યાપી 'જન સમ્માન યાત્રા' પર નીકળ્યા છે. આ દરમિયાન પવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, રાજનીતિને ઘરની અંદર ન આવવા દેવી જોઈએ. હું મારી બધી બહેનોને પ્રેમ કરું છું. મેં મારી બહેન સામે મારી પત્ની સુનેત્રાને ચૂંટણી મેદાનમાં ઉતારીને ભૂલ કરી હતી. મારે આવું નહોતું કરવું જોઈએ. પરંતુ (NCP ના) સંસદીય બોર્ડે આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે મને લાગે છે કે, આ ખોટો નિર્ણય હતો. 

સુપ્રિયા સૂળેએ આપી પ્રતિક્રિયા 

હવે અજિત પવારના આ નિવેદન પર વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. શરદ પવારના દીકરી અને અજિત પવારના પિતરાઈ બહેન સુપ્રિયા સૂળેએ આ નિવેદન પર કહ્યું કે, મને આ અંગે હજું કોઈ જાણકારી નથી મળી. મેં ટીવી નથી જોઈ. બીજી તરફ કોંગ્રેસ નેતા માનિકરાવે કહ્યું કે, ધીમે-ધીમે અજિત પવારને પોતાની તમામ ભૂલો સમજાશે. 

બારામતીમાં નણંદ-ભાભીની થઈ હતી ટક્કર

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં બારામતી બેઠક ઘણી ચર્ચામાં રહી હતી. જોકે આ બેઠક પર આમ તો લાંબા સમયથી શરદ પવારનો કબજો છે. પરંતુ અજિત પવારના બળવા અને પછી સુપ્રિયા સૂળે સામે સુનેત્રા પવારને ટિકિટ આપવાના કારણે આ બેઠક ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે આ ચૂંટણીમાં શરદ પવારની દીકરી સુપ્રિયા સૂળેની જીત થઈ હતી. 


Google NewsGoogle News