Get The App

લોકસભાના પરિણામ આવતા ભત્રીજાના સૂર બદલાયા, કાકાની કરી પ્રશંસા, ફરી નવા-જૂનીના એંધાણ!

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
લોકસભાના પરિણામ આવતા ભત્રીજાના સૂર બદલાયા, કાકાની કરી પ્રશંસા, ફરી નવા-જૂનીના એંધાણ! 1 - image


Shivsena Party Politics News: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારે કામગીરી સંભાળી લીધી છે. જો કે, ચૂંટણી પરિણામોમાં જોવા મળેલી મોટી ઉથલ-પાથલના કારણે રાજકીય પક્ષોમાં ખેંચતાણ અને માનવા-મનાવવાની પ્રવૃત્તિ વેગવાન બની છે.

મહારાષ્ટ્રમાં અજિત પાવરે ગતવર્ષે પોતાના કાકા શરદ પવારનો વિદ્રોહ કરી નવો પક્ષ રચી ચૂંટણી લડી હતી. જો કે, હવે તેઓ પોતાના કાકાના વખાણ કરતાં નજરે ચડ્યા છે. તેમજ તેમની વિચારસરણી કાકા તરફથી જ મળી હોવાનું જણાવતાં તેમાં ક્યારેય ફેરફાર નહીં થાય તેવુ નિવેદન આપ્યું છે.

અજિત પવારના નવા પક્ષને મોટો ઝટકો

અજિત પવાર જૂથે શરદ પવારનો વિરોધ કરતાં નવો પક્ષ રચી ચૂંટણી લડી હતી, જેમાં એક જ બેઠક પર જીત મળી હતી. તદુપરાંત બારામતી લોકસભા બેઠક પર અજિત પવારના પત્નિ સુનેત્રને સુપ્રિયા સુલેની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેને અજિત પવાર મોટો ઝટકો તરીકે જોઈ રહ્યા છે. 

અજિત પવારે શું કહ્યું

અજિત પવારે સોમવારે એનસીપીને 25 વર્ષ પૂર્ણ થવાના અવસર પર શરદ પવારના વખાણ કર્યા હતા. અજિત પવારે કહ્યું કે, શરદ પવારને સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દાથી અલગ થઈ નવા પક્ષની રચના કરી હતી, ત્યારથી તેઓ પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે. અને આ સંગઠનને દિશા આપી રહ્યા છે. જૂન, 2023માં શરદ પવારથી જુદા થયા બાદ અજિત પવારે પ્રથમ વખત તેમના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, શરદ પવાર જૂથને 10 બેઠક પર જીત હાંસલ કરી છે.

મંત્રી પદ ન મળવા પર અજિત પવારની સ્પષ્ટતા

અજિત પવારે એનડીએ સાથે પોતાના સંબંધો અને મોદી સરકારમાં મંત્રી પદ ન લેવા અંગે સ્પષ્ટતા કરી છે કે, અમારૂ કહેવુ હતુ કે, પ્રફુલ પટેલ પહેલાથી જ કેબિનેટ મંત્રી પદે હતા, તો તે હવે રાજ્ય મંત્રી કેમ બને. અમે વધુ સમય રાહ જોઈશું. તેમજ 15 ઓગસ્ટ પહેલાં જ અમારી રાજ્યસભામાં એકને બદલે ત્રણ બેઠક થશે. અજિત પવારે કહ્યું કે, ભાજપ અને એકનાથ શિંદે સેના સાથે હોય પરંતુ અમારી વિચારધારામાં કોઈ ફેરફાર થયો નથી. અમારી વિચારધારા એ છે, મહાત્મા ફુલે, ભીમરાવ આંબેડકર અને શાહૂજી મહારાજે જે માર્ગ ચીંધ્યો હતો અમે તે માર્ગે ચાલીશું.



Google NewsGoogle News