Get The App

કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી, ચૂંટણી પછી જોઈશું...', અજિત જૂથના નેતાએ NDAમાં મચાવ્યો ખળભળાટ

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી, ચૂંટણી પછી જોઈશું...', અજિત જૂથના નેતાએ NDAમાં મચાવ્યો ખળભળાટ 1 - image


Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ થવા જઈ રહી છે. બે ગઠબંધનોમાં ત્રણ-ત્રણ દળ છે અને તેમાંથી બે દળો એવા છે જેમાં 'અસલી અને નકલી'નો જંગ છે. એક શિવસેના MVAમાં છે તો બીજી મહાયુતિનો હિસ્સો છે. આવી જ સ્થિતિ એનસીપીની પણ છે. આ વચ્ચે અજિત પવારની એનસીપીના નેતા નવાબ મલિકના નિવેદનથી NDAમાં ખળભળાટ મચી ગયો છે. તેમનું કહેવું છે કે, રાજકારણમાં કોઈ બેસ્ટ ફ્રેન્ડ કે દુશ્મન નથી હોતું. ચૂંટણી પછી મિત્રો અને દુશ્મનો વચ્ચેની સ્થિતિ બદલાઈ પણ જાય છે. હવે નવાબ મલિકના આ નિવેદનથી અજિત પવારની એનસીપીના વલણને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. 



રાજકારણમાં કોઈ પણ કોઈનું બેસ્ટ ફ્રેન્ડ કે............

નવાબ મલિકે કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં જે રીતે ચૂંટણી યોજાઈ રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે, કાંટાની ટક્કર થશે. કોઈ પણ એ અંદાજો ન લગાવી શકે કે, ચૂંટણી બાદ શું થશે. 2019માં કોઈએ પણ નહોતું વિચાર્યું કે, આવી રીતે સરકાર બનશે. રાજકારણમાં કોઈ પણ કોઈનું બેસ્ટ ફ્રેન્ડ કે દુશ્મન નથી હોતું. મિત્રો અને દુશ્મનો વચ્ચે ચૂંટણી બાદ સ્થિતિ બદલાતી રહે છે. પરંતુ એ વાત સાચી છે કે, અજિત પવાર કિંગમેકર બનશે. હું તો ચૂંટણીમાં પોતાનું નામ, કામ અને વિચારના નામ પર વોટ માંગીશ. હું તો અજિત પવારની સાથે છું.'

આ પણ વાંચો: કોંગ્રેસ નેતાએ કેન્દ્રીય મંત્રીને કાળિયા કુમારસ્વામી કહેતા વિવાદ, JDSએ કહ્યું- રંગભેદી ટિપ્પણી બદલ રાજીનામું આપો

ચૂંટણી બાદ અજિત પવાર કિંગમેકર તરીકે ઉભરી આવશે

મનખુર્દ શિવાજીનગર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા નવાબ મલિકનું કહેવું છે કે એ સત્ય છે કે ચૂંટણી પછી અજિત પવાર કિંગમેકર બનીને રહેશે. વર્તમાન પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું કે, આ તો રાજકીય સામંજસ્ય છે. કોઈનો અભિપ્રાય સ્વીકારવો એ અલગ વાત છે. અજિત પવાર પણ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આ એક રાજકીય તાલમેલ છે. તેમણે કહ્યું કે, ચૂંટણી બાદ અજિત પવાર કિંગમેકર તરીકે ઉભરી આવશે અને તેઓ ચંદ્રબાબુ નાયડુના રોલમાં રહેશે.


Google NewsGoogle News