Get The App

મહારાષ્ટ્રમાં મંત્રાલયની મથામણ વચ્ચે 'ભત્રીજા' અજિતની 'કાકા' શરદ પવાર સાથે મુલાકાત, જાણો મામલો

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં મંત્રાલયની મથામણ વચ્ચે 'ભત્રીજા' અજિતની 'કાકા' શરદ પવાર સાથે મુલાકાત, જાણો મામલો 1 - image


Ajit Pawar Met Sharad Pawar Amid Suspense In Cabinet: મહારાષ્ટ્રમાં મંત્રાલયની મથામણ વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવારે આજે NCP (SP) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમની સાથે તેમના સાંસદ પત્ની સુનેત્રા પવાર, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબલ સહિત પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. 

આ તમામ નેતાઓએ શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ બેઠક પવારના 6 જનપદ નિવાસસ્થાન દિલ્હી ખાતે થઈ હતી. ત્યારબાદ મીડિયા સાથે વાત કરતાં અજિત પવારે કહ્યું કે, જન્મદિવસના અવસર પર અમે શરદ પવારને શુભેચ્છા પાઠવી છે. શરદ પવાર 85 વર્ષના થઈ ગયા છે. અજિત પવારે કહ્યું કે, આ બેઠક દરમિયાન પારિવારિક વાતચીત સાથે રાજકીય વાતો પણ થઈ હતી. 


શરદ પવાર 1960થી રાજકારણમાં સક્રિય

આજે શરદ પવારનો જન્મદિવસ છે. 12 ડિસેમ્બર 1940ના રોજ પૂણેના બારામતીમાં જન્મેલા શરદ પવાર ગોવિંદરાવ પવાર અને શારદાબાઈ પવારના અગિયાર સંતાનોમાંના એક છે. પૂણે જિલ્લાના બારામતી શહેરના વતની શરદ પવાર 1960થી રાજકારણમાં સક્રિય છે. છેલ્લા 6 દાયકા દરમિયાન મહારાષ્ટ્રની રાજનીતિ તેમની આસપાસ ઘૂમી રહી છે અને તેથી જ તેમને રાજ્યની રાજનીતિના ચાણક્ય પણ કહેવામાં આવે છે.

બુધવારે રાત્રે શાહ, નડ્ડા અને ફડણવીસની મહત્વપૂર્ણ બેઠક થઈ હતી

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ પણ હજુ સુધી કેબિનેટનું ગઠન નથી થઈ શક્યું. મહાયુતિમાં સામેલ શિવસેના, એનસીપી અને ભાજપની નજર મંત્રાલયોના વિભાજન પર છે. તેને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી.

આ પણ વાંચો: ભાજપ સાથે દરેક મુદ્દે 'ભાવ-તાલ'થી કંટાળ્યા શિંદે, સરકારમાં 'યોગ્ય' ભાગીદારી ન મળતાં ખફા!

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસે મહાયુતિ સરકારમાં સામેલ પક્ષો વચ્ચે પોર્ટફોલિયોની ફાળવણી અંગે ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. ભાજપનાના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થઈ શકે છે. ભાજપ નેતાએ એમ પણ કહ્યું કે, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને ગૃહ વિભાગ નહીં મળે અને મહેસૂલ વિભાગ પણ ફાળવવામાં આવે તેવી શક્યતા નથી.


Google NewsGoogle News