Get The App

BJPમાં સમગ્ર દેશમાં UCC લાગુ કરવાનું સાહસ નથી: AIUDFના ધારાસભ્યએ PM મોદી પર નિશાન સાધ્યુ

- જો તેઓ સમગ્ર દેશમાં UCC લાગુ કરવા માંગતા હોય તો તેમણે પહેલા સંસદમાં બિલ લાવવાનું હતું: AIUDFના ધારાસભ્ય

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
BJPમાં સમગ્ર દેશમાં UCC લાગુ કરવાનું સાહસ નથી: AIUDFના ધારાસભ્યએ PM મોદી પર નિશાન સાધ્યુ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2024, સોમવાર

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની સરકારે રવિવારે મોડી સાંજે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી હતી. બીજી તરફ આસામની ભારતીય જનતા પાર્ટીની હેમંત સરકાર આગામી વિધાનસભા સત્રમાં બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ (Polygamy Ban Bill) રજૂ કરવાની તૈયારીમાં છે. આ બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યારે હવે ભાજપ શાસિત રાજ્યોના નિર્ણયો પર ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ધારાસભ્યએ કટાક્ષ કર્યો છે.

BJP સમગ્ર દેશમાં UCC લાગુ ન કરી શકે

UCC અને બહુપત્નીત્વ પ્રતિબંધ મુદ્દે ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ધારાસભ્ય રફીકુલ ઈસ્લામે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપમાં સમગ્ર દેશમાં UCC લાગુ કરવાનું સાહસ નથી. કારણ કે, બીજેપી પણ જાણે છે કે, સમગ્ર દેશમાં UCC લાગુ કરવું લગભગ અસંભવ છે કારણ કે, અહીં અનેક ધર્મો, જાતિઓ અને સમુદાય છે.

ચૂંટણી પહેલા ભાજપની જુમલેબાજી છે UCC મુદ્દો

તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા આ ભાજપની જુમલેબાજી છે. ભાજપ પણ જાણે છે કે, સમગ્ર દેશમાં UCC લાગુ કરવું લગભગ અસંભવ છે. કારણ કે, અહીં અનેક ધર્મો, જાતિ અને સમુદાય છે. ભાજપ ઉત્તરાખંડમાં જે કંઈ લાગુ કરવા માંગે છે તે પૂર્વોત્તરમાં લાગુ ન કરી શકે. તેઓ જે ઉત્તર પ્રદેશમાં લાગુ કરવા માગે છે તે ગોવામાં લાગુ ન કરી શકે. તેઓ આસામમાં જે કરવા માગે છે તે અન્ય રાજ્યોમાં ન કરી શકે. ભાજપ પોતે મૂંઝવણમાં છે અને તેઓ પોતાના શાસન હેઠળના રાજ્યમાં આંશિક રીતે લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો તમે UCC લાગુ કરવા માંગો છો તો સરકારે સંસદમાં બિલ લાવવું જોઈએ

તેમણે વધુમાં કહ્યું કે, જો તેઓ સમગ્ર દેશમાં UCC લાગુ કરવા માંગતા હોય તો તેમણે પહેલા સંસદમાં બિલ લાવવાનું હતું પરંતુ તેઓ ઉત્તરાખંડ અને આસામમાં તેને આંશિક રીતે લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ બધું કરીને ભાજપ લોકોને કહેશે કે જુઓ અમે UCC લાગુ કરવા જઈ રહ્યા છીએ અને બહુપત્નીત્વ પર પ્રતિબંધ લગાવીશું.


Google NewsGoogle News