20થી 26 જાન્યુઆરી સુધી ઘરમાં જ રહો': અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલની મુસ્લિમોને સલાહ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
20થી 26 જાન્યુઆરી સુધી ઘરમાં જ રહો': અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા AIUDF પ્રમુખ બદરુદ્દીન અજમલની મુસ્લિમોને   સલાહ 1 - image


Image Source: Twitter

- બદરુદ્દીન અજમલ અને અસદુદ્દીન ઓવૈસી જેવા લોકો સમાજમાં નફરત ફેલાવે છે: બદરુદ્દીન અજમલ

નવી દિલ્હી, તા. 06 જાન્યુઆરી 2024, શનિવાર

Badruddin Ajmal On BJP: ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના અધ્યક્ષ બદરુદ્દીન અજમલે મુસ્લિમોને કહ્યું કે, તમે 20થી 26 જાન્યુઆરી સુધી ઘરે જ રહેજો. આટલું જ નહીં તેમણે ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમ વિરોધી ગણાવી છે. AIUDF પ્રમુખે કહ્યું કે, BJP આપણા ધર્મની દુશ્મન છે.

એક રેલીને સંબોધિત કરતા અજમલે કહ્યું કે, મુસ્લિમો તમે 20થી 26 જાન્યુઆરી સુધી ઘરમાં જ રહો અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ટ્રેનમાં યાત્રા કરવાનું ટાળવું. અજમલના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પલટવાર કર્યો છે. 

અજમલના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો પલટવાર 

ગિરિરાજ સિંહે કહ્યું કે, ભાજપ મુસ્લિમોને નફરત નથી કરતી. અમે 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ના મંત્ર સાથે કામ કરીએ છીએ. સિંહે કહ્યું કે અયોધ્યા જમીન વિવાદ મામલે પૂર્વ વાદી ઈકબાલ અંસારીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ પ્રાર્થનામાં પણ ભાગ લેશે.

સિંહે આરોપ લગાવ્યો કે, બદરુદ્દીન અજમલ અને અસદુદ્દીન ઓવૈસી જેવા લોકો સમાજમાં નફરત ફેલાવે છે અને બીજેપી તમામ ધર્મોનું સમ્માન કરે છે. 


Google NewsGoogle News