'વાયુ પ્રદૂષણ દર વર્ષે 33 હજાર લોકોના જીવ લે છે...' CPCBએ લેન્સેટના રિસર્ચ પર સવાલ ઊઠાવ્યા
Image: Freepik
Air Pollution: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે (સીપીસીબી) એનજીટીમાં લેન્સેટના અભ્યાસના તારણોનો વિરોધ કર્યો છે. આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે નબળી હવાની ગુણવત્તાએ 10 મુખ્ય ભારતીય શહેરોમાં મૃત્યુદરને ગંભીર રીતે અસર કરી છે.
સીપીસીબીએ બીજું શું કહ્યું...
અભ્યાસના આંકડાને ચોક્કસ ન ગણાવતાં સીપીસીબીએ કહ્યું કે મૃત્યુ માટે માત્ર પ્રદૂષણને જવાબદાર ઠેરવી શકાય નહીં અને તેમાં વપરાયેલા ડેટા યોગ્ય નથી. એનજીટીએ એક સમાચાર પત્રમાં પ્રકાશિત અધ્યયન પર પોતે ધ્યાન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાના દિશા-નિર્દેશોથી વધુ વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે લગભગ 33,000 મોત થાય છે.
આ શહેરોને સામેલ કરવામાં આવ્યા
અભ્યાસમાં દિલ્હી, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, પૂણે, શિમલા અને વારાણસી શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા. સીપીસીબીએ ચાર નવેમ્બરે આપેલા પોતાના જવાબમાં કહ્યું કે અભ્યાસમાં 2008થી 2020ની વચ્ચે સમગ્ર દેશમાં એક વર્ગ કિલોમીટર સ્થાનિક (સ્પેટિકલ) સૂક્ષ્મકણો પર દૈનિક સરેરાશ પાર્ટિક્યુલેટ મેટર (PM) 2.5 સાંદ્રતાનું માઇક્રોસ્કેલ પર વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
જેમાં 10 શહેરોના દરેક મ્યુનિસિપલ કૉર્પોરેશનથી પ્રાપ્ત મૃત્યુદરની વિગતોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સીપીસીબીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અભ્યાસનો નિષ્કર્ષ છે કે ભારતમાં પીએમ 2.5ના સંપર્કથી મૃત્યુનું ઉચ્ચ જોખમ જોડાયેલું છે. સ્થાનિક સ્તરે ઉત્પન્ન હવા પ્રદૂષકો માટે આ સંબંધ વધુ મજબૂત હતો.
જોકે, અભ્યાસની પોતાની મર્યાદા છે. તેણે દાવો કર્યો કે મૃત્યુના કારણે સંબંધિત આંકડાના અભાવમાં ઘણી વખત અનુમાન લગાવવામાં આવે છે. તેથી મૃત્યુને માત્ર વાયુ પ્રદૂષણનું કારણ માનવામાં આવતું નથી અને તેનાથી યોગ્ય તુલના થઈ શકતી નથી.
આ પણ વાંચો: 360 કિ.મી. 70 વિધાનસભા, 200 નેતાની ટીમ... આજથી દિલ્હીમાં કોંગ્રેસની 'ન્યાય યાત્રા' શરુ
છઠ પર પાછું વધ્યું દિલ્હીનું વાયુ પ્રદૂષણ
દિલ્હીમાં ગુરુવારે છઠ પૂજા દરમિયાન એક વખત ફરીથી વાયુ ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો. એનસીઆરના શહેરોમાં એક્યૂઆઇના સ્તરમાં વધારો જોવા મળ્યો. સવારે અને રાતના સમયે સામાન્ય ધુમ્મસ જોવા મળ્યું હતું.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર (સીપીસીબી) રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે સરેરાશ એક્યૂઆઇ 377 રહ્યું. એક દિવસ પહેલા આ 352 હતું. છઠ પૂજા દરમિયાન સાંજે પ્રદૂષણના સ્તરમાં વધારો જોવા મળ્યો. સાંજે છ વાગે આ એક્યૂઆઇ 382 સુધી પહોંચી ગયો.
ચિંતાજનક સ્થિતિ એ છે કે સાંજે છ વાગે દિલ્હીના 16 વિસ્તારોનો એક્યૂઆઇ 400થી ઉપર એટલે કે વાયુ ગુણવત્તા ગંભીરશ્રેણીમાં પહોંચી ગઈ. જેમાં આનંદ વિહાર, અશોક વિહાર, બવાના, મુંડકા, જહાંગીરપુરી, વજીરપુર, ઓખલા ફેઝ બે, પંજાબી બાગ, રોહિણી, સોનિયા વિહાર અને પટપડગંજ સહિત ઘણા અન્ય વિસ્તાર પણ સામેલ છે.