જુદા જુદા દેશોમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા કેવી છે નિયમ-વ્યવસ્થા, શું ભારતમાં પણ આવું ન કરી શકાય?
દિલ્લીનો એર ક્વોલીટી ઇન્ડેક્સ 450ની આસપાસ છે , ત્યારે નોઈડામાં 600ની સીમા સુધી પહોંચી ગયો છે
હાલ જયારે દિલ્લીમાં લોકો પ્રદુષિત હવાનો શિકાર બની રહ્યા છે ત્યારે આવી સમસ્યા વિદેશમાં સર્જાય છે ત્યારે ત્યાં શું કરવામાં આવે છે તે જોઈએ
Reduce Air Pollution: હાલ દિલ્લીમાં દરેક ઉમંર વર્ષના લોકો રોજની 10 સિગરેટ પીવા જેટલા પ્રદુષણમાંથી પસાર થાય છે. હાલ દેશની રાજધાની અને તેની આસપાસનો વિસ્તાર ખુબ જ પ્રદુષિત છે. ત્યારે સોમવારે એર ક્વોલીટી ઇન્ડેક્સનું સ્તર 616 સુધી પહોચી ગયું છે. ગુરુગ્રામમાં 516, દિલ્લીમાં 450, એટલે ત્યાના લોકો રોજનું 15 થી 20 સિગરેટ પીવા જેટલું પ્રદુષણ સહન કરે છે. જેમાં લોકોને શ્વાસની સમસ્યા, આંખમાં બળતરા અને એલર્જી જેવી તકલીફો માંથી પસાર થવું પડે છે. આથી ત્યાની હવાની ગુણવતા હાલ ગંભીર શ્રેણીમાં છે. એવામાં શું તમને ખબર છે કે વિદેશમાં પ્રદુષણની આવી સ્થિતિ સર્જાય તો ત્યાં શું કરવામાં આવે છે?
ન્યૂયોર્કમાં શું નિયમ છે?
ન્યુયોર્કમાં સાયકલ ચલાવતા લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમજ ચાલીને જતા લોકોને પણ પ્રોસાહિત કરવાની કોશિશ કરવામાં આવે છે. આ સિવાય શહેરમાં પરિવહનના માધ્યમ તરીકે સાયકલ, સબવે અને બસોનો ઉપયોગ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ત્યાં મોટાભાગે ઓગસ્ટના ત્રીજા શનિવારે, સેન્ટ્રલ પાર્કથી બ્રુકલિન બ્રિજ સુધીનો શહેરનો એક ભાગ કાર માટે બંધ રહે છે, જેના કારણે રાહદારીઓ ખુલ્લી શેરીઓનો આનંદ લઈ શકે છે. જો કે, આ વિસ્તારમાં કારને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાની કોઈ યોજના નથી.
સાન ફ્રાન્સિસ્કોમાં શું છે વ્યવસ્થા?
જેનો ઉદ્દેશ પરિવહનના સાધન તરીકે સાયકલને પ્રોત્સાહન આપવા માટે સાન ફ્રાન્સિસ્કોમાં 2017થી શહેરના 2.2 માઈલના સૌથી વ્યસ્ત રસ્તા પર સ્ટ્રીટ માર્કેટ પર સંપૂર્ણરીતે કાર પર પ્રતિબંધ લગાવીને મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવ્યા હતા. શહેરમાં 125 માઇલનું સાયકલ લેનનું વ્યાપક નેટવર્ક છે, અને બિન-મોટરાઇઝ્ડ ગતિશીલતા વધારવા માટે રાહદારીને ધ્યાનમાં રાખીને રસ્તાઓ પણ તૈયાર કરવામાં આવેલા છે.
બર્લિનમાં સાયકલ માટે અલગ નિયમો છે
2008 માં બર્લિનમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાની શરૂઆત કરવામાં આવી હતી, દેશમાં જે વાહનો કાર્બન ઉત્સર્જનના ધોરણો પ્રમાણે નથી તેવા ગેસ અને ડીઝલ વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. આ ઝોન 34 ચોરસ માઇલના વિસ્તારને આવરી લે છે, જે તે વિસ્તારમાં રહેતા બર્લિનના ત્રીજા ભાગના રહેવાસીઓને અસર કરે છે. વધુમાં, બર્લિન દ્વારા ઘણા સાયકલ સુપર-હાઈવે બનાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને સાયકલ માટે 13 ફૂટ પહોળી લેન છે જ્યારે આ માર્ગો પર કારની મંજૂરી નથી.
આ ઉપરાંત મોટાભાગના દેશ સાયકલ કે ચાલીને જતા લોકોને પ્રોત્સાહન આપવા માટે અલગ રસ્તા કે અમુક વિસ્તારમાં પ્રાઇવેટ વાહનો પર પ્રતિબંધ મુકવા જેવા પગલાઓ લે છે. આ સિવાય પરિવહનના માધ્યમ તરીકે સબવે અને બસો જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ભાર મુકે છે. તેમજ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપે છે. ભારતમાં પણ આ રસ્તાઓ અપનાવવાની જરૂર છે.