Get The App

દિલ્હી-NCRનું પ્રદૂષણ એક જ ઝાટકે ખતમ થઈ જશે! IIT તૈયાર; દિલ્હી સરકારનો હજુ વિચાર વિમર્શ

IIT એ ક્લાઉડ સીડીંગ દ્વારા કૃત્રિમ વરસાદની ટેકનોલોજી વિકસાવી, જે મદદરૂપ થઇ શકે છે

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
દિલ્હી-NCRનું પ્રદૂષણ એક જ ઝાટકે ખતમ થઈ જશે! IIT તૈયાર; દિલ્હી સરકારનો હજુ વિચાર વિમર્શ 1 - image


Air Pollution in Delhi NCR : દેશમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોની ચિંતા વધી છે. દિલ્લી-NCRમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આ શહેરનો AQI 500 પાર થઇ ગયો છે અત્યાર સુધી તેને રોકવા લેવામાં આવેલ તમામ પ્રયાસો સફળ થયા નથી. હાલ જોરદાર પવન અથવા વરસાદની રાહ જોવાઈ રહી છે કે જેનાથી વાયુ પ્રદૂષણને અત્યારની સ્થિતિમાંથી સારી સ્થિતિમાં લાવી શકાય છે. તો એવામાં એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું આને રોકવા માટે કોઈ પણ ઉપાય નથી.

IIT કાનપુરની નવી તકનીક 

આ મામલે એક ઉકેલ છે જે લાંબા સમયથી વિચારવામાં છે પરંતુ તેના પર કોઈ અમલ કરાયો નથી. IIT કાનપુરે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઉપાય વિચાર્યો છે. IIT એ ક્લાઉડ સીડીંગ દ્વારા કૃત્રિમ વરસાદની ટેકનોલોજી વિકસાવી છે. વરસાદની મદદથી હવામાં રહેલા પ્રદૂષકોને સાફ કરી શકાય છે. પ્લેન દ્વારા વાદળો પર એક ખાસ પ્રકારનું કેમિકલ છાંટવામાં આવે છે, ત્યારબાદ કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે. 

દિલ્હી સરકારનો આ તકનીક અપનાવા પર વિચાર વિમર્શ

દિલ્હી પર્યાવરણ મંત્રી ગોપાલ રાય સમક્ષ ક્લાઉડ સીડીંગના પ્લાનને મૂકવામાં આવ્યો હતો. જેમાં IIT કાનપુરે કૃત્રિમ વરસાદ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. ઉપરાંત રાય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, વિગતવાર પ્રેઝન્ટેશન સાથે નાણાકીય બોજ સહિત તમામ પાસાઓ સમજાવવા. મુખ્યમંત્રીને પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને ત્યારબાદ તેના અમલીકરણ અંગે વિચારણા કરવામાં આવશે. એક અહેવાલ અનુસાર, IIT કાનપુરના પ્રોફેસરે મહિન્દ્રા અગ્રવાલ કે જેઓ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે કહ્યું કે, એકવાર કૃત્રિમ વરસાદ કરવામાં આવશે તો NCRના આજુબાજુના વિસ્તારને લગભગ એક અઠવાડિયા સુધી રાહત મળી શકે છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ચાર દિવસથી 'ગંભીર' શ્રેણીમાં છે.

કૃત્રિમ વરસાદ માટે કઈ પરિસ્થીતી અનુકૂળ 

એક અહેવાલ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે, IIT પાંચ વર્ષથી કૃત્રિમ વરસાદ પર કામ રહી છે અને આ વર્ષે જુલાઈમાં તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  જો કે, કૃત્રિમ વરસાદ કરવા માટે, ખાસ હવામાન પરિસ્થિતિઓ જરૂરી છે. જેમ કે વાદળો પૂરતા પ્રમાણમાં ભેજ સાથે હાજર હોય છે અને યોગ્ય પવન પણ હોવો જરૂરી છે. શિયાળાની શરૂઆતમાં આ તકનીક કેમ અને કયા સ્તરે મદદ કરી શકે છે. 


Google NewsGoogle News