દિલ્હીની હવા બગડી, ઘણા વિસ્તારોનો AQI 300ને પાર, છ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ગુરુવારે દિલ્હીનો AQI 200ને પાર કરી ગયો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
દિલ્હીની હવા બગડી, ઘણા વિસ્તારોનો AQI 300ને પાર, છ વર્ષનો રેકોર્ડ તૂટ્યો 1 - image


Delhi Weather Update : દિલ્હીની હવા જે છેલ્લા ઘણા દિવસોથી શુદ્ધ હતી, તેમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જો આજે દિલ્હીના AQI વિષે વાત કરવામાં આવે તો 200ને પાર કરી ગયો હતો. ચોમાસું પાછું ખેંચાયા પછી સિઝનનો આ ત્રીજો દિવસ છે, જ્યારે હવાની ગુણવત્તા નબળી જોવા મળી રહી છે.

ઘણા વિસ્તારોનો AQI 300ને પાર 

દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI 300 થી ઉપર એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો હતો. ચોમાસું પાછું ખેંચાયા બાદ 6 અને 7 ઓક્ટોબરે AQI 200ને પાર કરી ગયો હતો એટલે કે આ અંક હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો. આ પછી પવનની ગતિ વધતા અને પ્રદૂષકના પાર્ટીકલ્સમાં વધારો થવાથી હવા ફરી બગડી હતી.

દિલ્હીમાં સવાર છ વર્ષમાં સૌથી ઠંડી રહી 

મોસમમાં બદલાવ વચ્ચે દિવસ દરમિયાન પણ ગરમી યથાવત રહેવા છતાં પાટનગરમાં સવાર-સાંજનું વાતાવરણ આહલાદક બનવા લાગ્યું છે. જેમાં ગઈકાલે દિલ્હીમાં સવાર છ વર્ષમાં સૌથી ઠંડી રહી હતી. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીની સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેટરી સફદરજંગમાં મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું.


Google NewsGoogle News