Air Indiaને ઝટકો: DGCAએ એર ઇન્ડિયાના ફ્લાઇટ સેફ્ટી ચીફને એક મહિના માટે કર્યા સસ્પેન્ડ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
Air Indiaને ઝટકો: DGCAએ એર ઇન્ડિયાના ફ્લાઇટ સેફ્ટી ચીફને એક મહિના માટે કર્યા સસ્પેન્ડ 1 - image


નવી દિલ્હી,તા. 21 સપ્ટેમ્બર 2023,ગુરુવાર

સરકાર પાસેથી હસ્તક લેવાયેલ એર ઈન્ડિયાની માલિકી ધરાવતા ટાટા ગ્રુપ માટે આ સારા સમાચાર નથી. એવિએશન રેગ્યુલેટર DGCAએ અમુક ક્ષતિઓને કારણે એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી ચીફને આપવામાં આવેલી મંજૂરીને એક મહિના માટે અટકાવી દીધી છે એટલે કે, એવિએશન રેગ્યુલેટરે ફ્લાઈટ સેફ્ટી ચીફને એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે.

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એર ઈન્ડિયાના એક્સીડેંટ પ્રિવેંશન પ્રોટોકોલમાં કેટલીક ખામીઓ શોધી છે, જે બાદ આ કેરિયરની ફ્લાઈટ સેફ્ટી ચીફને 1 મહિના માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. 

અહેવાલ અનુસાર ,DGCA ની બે સભ્યોની ઈન્સ્પેક્શન ટીમને એર ઈન્ડિયાની ઇન્ટરનલ સેફ્ટીને લઈને કરવામાં આવેલા ઓડિટમાં ઘણી ખામીઓ જોવા મળી છે.જે બાદ તપાસ શરૂ કરવામાં આવી. 


Google NewsGoogle News