એર ઈન્ડિયાનો બદલાયો રંગ અને લોગો, જુઓ તસવીરો, ટાટા ગ્રૂપે સંભાળી હતી કમાન

એર ઈન્ડિયાની કમાન હવે ટાટા ગ્રુપના હાથમાં આવી છે

ટાટા ગ્રુપના હાથમાં આવતાની સાથે જ એર ઈન્ડિયાનો રંગ અને લોગો સહિત કેટલાક ફેરફાર જોવા મળ્યો

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
એર ઈન્ડિયાનો બદલાયો રંગ અને લોગો, જુઓ તસવીરો, ટાટા ગ્રૂપે સંભાળી હતી કમાન 1 - image
Image Twitter 

તા. 7 ઓક્ટોબર 2023, શનિવાર

એર ઈન્ડિયા (Air India)ની કમાન હવે ટાટા ગ્રુપ (Tata Group)ના હાથમાં આવી છે. ટાટા ગ્રુપના હાથમાં આવતાની સાથે જ એર ઈન્ડિયાનો રંગ અને લોગો સહિત કેટલાક ફેરફાર જોવા મળ્યો છે.  

એર ઈન્ડિયાના CEOએ થોડા દિવસો પહેલા જ એક ઈન્ટરવ્યુમાં વાત કરતા એર ઈન્ડિયામાં થનારા ફેરફાર વિશે થોડી વાત કરી હતી. તેના વિશે સંકેત આપ્યા હતા કે આગામી સમયમાં એર ઈન્ડિયા  નવા લુકમાં જોવા મળશે.

વિમાનનો કલર અને તેના લુકમાં મોટો ફેરફાર 

હાલમાં જ એર ઈન્ડિયાના નવા વિમાનની કેટલીક તસ્વીરો સામે આવી છે, જેમા વિમાનનો કલર અને તેના લુકમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો હતો. જેમા એર ઈન્ડિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર હવે X પર કેટલીક તસ્વીરો શેર કરવામાં આવી છે. જેમા નવો લોગો પણ જોવા મળી રહ્યો છે. 

વિમાનને ઘાટા લાલ રંગ અને જાંબલી રંગનો લોગો સાથે રજુ કરાયુ

હકીકતમાં Air India ના નવા A350 વિમાનના રિબ્રાંડિંગની એક વિશેષ ઝલક જોવા મળી હતી. જેમા ફોટોમાં જોવા મળી રહ્યું છે કે, વિમાનને ઘાટા લાલ રંગ અને જાંબલી રંગનો લોગો સાથે રજુ કરવામાં આવ્યું હતું. 

એર ઈન્ડિયાનો બદલાયો રંગ અને લોગો, જુઓ તસવીરો, ટાટા ગ્રૂપે સંભાળી હતી કમાન 2 - image
Image Twitter 

ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ 400 મિલિયન ડોલરની ડીલ

એર લાઈનના આ વિમાન A350ની આ તસ્વીર ફ્રાન્સના ટુલુઝ શહેરમાં પેઈન્ટ કરવામાં આવી છે, જ્યાં તે ઊભુ છે. નવા લુક અને લોગોની સાથે સાથે નવી એરબસ વિમાનને ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ 400 મિલિયન ડોલરની ડીલ કરવામાં આવી છે. 

ક્રુ મેમ્બરના ડ્રેસ પણ બદલાવી તૈયારી

તમને જણાવી દઈ કે લોગો સાથે સાથે અન્ય કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.જેમા Air India ના ક્રુ મેમ્બરના ડ્રેસ પણ બદલાવી તૈયારી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી એર ઈન્ડિયામાં મહિલા ક્રુ મેમ્બર સાડી પહેરીને જોવા મળતી હતી, પરંતુ હવે તે નવા યુનિફોર્મ ડિઝાઈન કરવામાં આવી રહી છે. 

આ સાથે મશહુર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે ભાગીદારી કરી છે. જે 10000થી વધારે કર્મચારીઓ માટે નવા યુનિફોર્મ ડિઝાઈન કરશે. 

એર ઈન્ડિયાનો બદલાયો રંગ અને લોગો, જુઓ તસવીરો, ટાટા ગ્રૂપે સંભાળી હતી કમાન 3 - image


Google NewsGoogle News