Get The App

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ 1 - image


Air India Passenger Urinates on Japanese Citizen : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ફરી એક શરમજનક ઘટના બની છે. દિલ્હીથી બેંગકોક જતી ફ્લાઇટમાં એક ભારતીય મુસાફરે જાપાની નાગરિક પર પેશાબ કરી દીધો છે. જાપાની નાગરિક હિરોશી યોશિઝેન મલ્ટીનેશનલ કંપની બ્રિજસ્ટોન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર છે.

DGCAમાં કરાઈ ફરિયાદ

મીડિયા રિપોર્ટ મુજબ એર ઇન્ડિયાએ 9 એપ્રિલ-2025ના રોજ દિલ્હીથી બેંગકોક જતી ફ્લાઇટ AI2336ના બિઝનેસ ક્લાસમાં બનેલી ઘટના વિશે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને જાણ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એરબસ A320માં સીટ પર બેઠેલા મુસાફર તુષાર મસંદે કથિત રીતે જાપાની મુસાફર પર પેશાબ કર્યો હતો. ત્યારબાદ જાપાની નાગરિકે તાત્કાલીક કેબિન ક્રૂને ઘટનાની જાણ કરી છે, જેના કારણે ક્રૂએ તુષારને તેની બેઠક પર બેસાડી દીધો છે.

આ પણ વાંચો : 'PM મોદી એક દિવસ દેશ વેચીને જતાં રહેશે...' કોંગ્રેસ અધિવેશનમાં ખડગેના સરકાર પર પ્રહાર

હરકત બાદ તુષાર આજીજી કરી માફી માગવા લાગ્યો

રિપોર્ટ મુજબ, જાપાની નાગરિકની ફરિયાદ અને ક્રૂની કાર્યવાહી બાદ તુષાર વારંવાર આજીજી કરી માફી માંગવા લાગ્યો હતો. જોકે યોશિજા ફ્લાઈટની લેન્ડિંગ બાદ સમય બરબાર કરવા ઈચ્છતો નથી, તેથી તેણે ઔપચારિક રિપોર્ટ કરવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યારબાદ કેબિન ક્રૂના સભ્યોએ તુષારને ચેતવણી આપીને છોડી દીધો છે. બીજીતરફ ફ્લાઈટમાં બેઠેલા અન્ય મુસાફરોએ પણ કોઈ ફરિયાદ કરી નથી. આ પહેલા પણ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવી ઘટના બની ચુકી છે.

ઘટના અંગે મંત્રાલય એરલાઈન સાથે વાત કરી : નાગરિક ઉડ્ડયન મંત્રી

નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુને પણ ઘટનાની માહિતી મળી ગઈ છે. તેમણે આ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે, મંત્રાલય આ ઘટનાની નોંધ લેશે અને એરલાઇન સાથે વાત કરશે. જો કોઈ ખોટું કામ થયું હોય, તો અમે જરૂરી પગલાં લઈશું.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રીની પૌત્રીની ધોળેદહાડે ગોળી મારી હત્યા, આરોપી પતિ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

Tags :