Get The App

USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઇંગ વિમાનો ખરીદવાની તૈયારી

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઇંગ વિમાનો ખરીદવાની તૈયારી 1 - image


Air India May Crack Deal With Boeing: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ટ્રેડવૉર વચ્ચે ચીને અમેરિકન બોઇંગ કંપનીના 737 MAX વિમાનનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે. આ તકનો લાભ ઉઠાવતાં એર ઇન્ડિયા બોઇંગ કંપની પાસેથી આ વિમાનો ખરીદવાનું વિચારી રહી હોવાના અહેવાલો મળ્યા છે. એર ઇન્ડિયા વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધનો લાભ લેવા માટે સ્પર્ધા કરતી એશિયન એરલાઇન્સની યાદીમાં જોડાઈ છે.

ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાને માર્કેટમાં ફરી પાછી અગ્રણી બનવા તેમજ પકડ જમાવવા માટે વિમાનોની જરૂર છે. વિમાન બનાવતી અમેરિકન કંપની બોઇંગ ચીનની એરલાઇન્સ માટે 734 મેક્સ વિમાન તૈયાર કરી રહી હતી. પરંતુ ટેરિફવૉરના કારણે ચીને વિમાનના ઓર્ડર પાછા ખેંચી લીધા છે. એવામાં એર ઇન્ડિયા આ બોઇંગ વિમાનો ખરીદવાની યોજના બનાવી રહી છે. ભૂતકાળમાં પણ એર ઇન્ડિયાએ ચીનની પીછેહટનો ફાયદો ઉઠાવ્યો હતો. માર્ચમાં તેણે ચીનની એરલાઇન્સ દ્વારા બનાવવામાં આવેલા કુલ 41737 મેક્સ જેટનો સ્વીકાર કર્યો હતો, જેનાં ડિલિવરી મોડલ 2019 ગ્રાઉન્ડિંગ બાદ સ્થગિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સોનામાં તેજી પાછળ આ ચાર કારણો જવાબદાર, છેલ્લા ચાર માસમાં આપ્યું 27 ટકા રિટર્ન

એર ઇન્ડિયા અને બોઇંગના પ્રતિનિધિઓએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. એક મીડિયા રિપોર્ટમાં મલેશિયાના એવિએશન ગ્રૂપ બીએચડી પણ ચીનના આ ખાલી પડેલા ડિલિવરી સ્લોટમાં વિમાન ખરીદવા બોઇંગ સાથે વાતચીત કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

ટ્રેડવૉરના લીધે મૂક્યા પ્રતિબંધો

અમેરિકા અને ડ્રેગન વચ્ચે ટ્રેડવૉર ચાલી રહ્યો છે. બંને એક-બીજા પર ટેરિફ વધારી રહ્યા હતા. છેલ્લે અમેરિકાએ ચીન પર 245 ટકા ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. તેની પહેલાં ચીને અમેરિકાની પ્રોડક્ટ્સ પર 125 ટકા ટેરિફ લાદ્યુ હતું. આ ટ્રેડવૉરના કારણે ચીને પોતાના પોર્ટ પર ઘણી પ્રોડક્ટ્સની નિકાસ અટકાવી દીધી છે. તેમજ અમેરિકામાંથી આવતાં 10 વિમાનોની ડિલિવરી પણ રદ કરી હતી. 

USA-ચીન ટ્રેડવૉરનો ભારતને પ્રથમ મોટો ફાયદો, ડ્રેગને રદ કરેલા બોઇંગ વિમાનો ખરીદવાની તૈયારી 2 - image

Tags :