...અંતે એર ઈન્ડિયાના વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ, હાઈડ્રોલિક સિસ્ટમમાં આવી હતી ખામી, તમામ મુસાફર સલામત
Air India Flight Technical Issue in Tamilnadu : આજે શુક્રવારે (11 ઓક્ટોબર) તામિલનાડુના ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર AXB613 હાઈડ્રોલિક ખામીના કારણે બે કલાકથી વધુ સમય સુધી હવામાં ઉડી રહી હતી. હાલમાં તેનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે અને તમામ મુસાફર સુરક્ષિત છે. આ ફ્લાઈટે સાંજે 5:43 કલાકે ઉડાન ભરી હતી. થોડા સમય પછી, તે ખરાબ થઈ ગયું. આ અગાઉ પાઈલટે આ ખામી અંગે જાણ કરતા તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટમાં 141 મુસાફરો સવાર હતા. વાસ્તવમાં, ટેકઓફ પછી ફ્લાઇટના પૈડા અંદર નહોતા ગયા અને પાઇલોટ્સ ફ્લાઇટને લેન્ડ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઈમરજન્સીથી બચવા માટે તેમણે 2 કલાક હવામાં ફરતા રહીને ઈંધણ વાપર્યું હતું. જણાવી દઈએ કે, આ વિમાન ત્રિચીથી શારજાહ જઈ રહ્યું હતું.
The Air India Express Flight IX 613 from Tiruchirapalli to Sharjah has landed safely at Tiruchirapalli airport. DGCA was monitoring the situation. The landing gear was opening. The flight has landed normally. The airport was put on alert mode: MoCA https://t.co/5YrpllCk2m pic.twitter.com/Q8O5N6zRo6
— ANI (@ANI) October 11, 2024
પાયલોટે હાઇડ્રોલિક ફેલ્યોરની કરી હતી જાણ
ત્રિચી એરપોર્ટના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, પાઇલટે હાઇડ્રોલિક ફોલ્ટ અંગે એર સ્ટેશનને જાણ કરી હતી. એરક્રાફ્ટમાં હાઇડ્રોલિક ફેલ્યોર ત્યારે થાય છે જ્યારે સિસ્ટમ કે જે લેન્ડિંગ ગિયર, બ્રેક્સ અને ફ્લૅપ્સ જેવા મહત્વપૂર્ણ ભાગોને નિયંત્રિત કરવા દબાણયુક્ત પ્રવાહીનો ઉપયોગ કરે છે તે યોગ્ય રીતે કાર્ય કરવાનું બંધ કરે છે.
#IX613 has been holding since shortly after take off from Tiruchirappalli nearly 2 hours ago due to a technical issue. https://t.co/gKNFelP9t9
— Flightradar24 (@flightradar24) October 11, 2024
METAR at TRZ is also currently reporting low visibility. pic.twitter.com/wgZmlHmFxv
સાવચેતીના ભાગરૂપે એમ્બ્યુલન્સ અને બચાવ ટીમ તૈનાત કરાઈ હતી
ત્રિચી જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર, એરપોર્ટ ડાયરેક્ટરે જાણ કરી હતી કે, ચિંતા કરવાની કોઈ વાત નથી. સાવચેતીના પગલા તરીકે અમે એમ્બ્યુલન્સ અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખી.