ઈઝરાયેલના તેલ અવીવ એરપોર્ટ પર 220 ભારતીયોનો આબાદ બચાવ, AIની ફ્લાઈટ મિસાઈલ હુમલાની ઝપેટમાં આવતા રહી ગઈ

એરપોર્ટ પર મિસાઈલની જાણ થતાં જ એર ઈન્ડિયાની ફ્લાઈટને 30 મિનિટ અટકાવાઈ

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના અધિકારીઓએ એરપોર્ટ પર આવી તપાસ કર્યા બાદ ફ્લાઈટ રવાના કરાઈ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલના તેલ અવીવ એરપોર્ટ પર 220 ભારતીયોનો આબાદ બચાવ, AIની ફ્લાઈટ મિસાઈલ હુમલાની ઝપેટમાં આવતા રહી ગઈ 1 - image
Image - wikipedia

નવી દિલ્હી, તા.16 ઓક્ટોબર-2023, સોમવાર

ઈઝરાયેલ અને હમાસ (Israel-Hamas War) વચ્ચે 10માં દિવસે પણ ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં ભારત સહિત અન્ય દેશોના ઘણા નાગરિકો ફસાયા છે. ભારતે પણ ઈઝરાયેલમાંથી ભારતીયોને પરત લાવવા પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે, ત્યારે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવથી 220 ભારતીયોને લઈને દિલ્હી આવી રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ (Air India Flight)નો આબાદ બચાવ થયો છે. ભારતીયોને લઈને આવી રહેલું વિમાન મિસાઈલ હુમલાનો શિકાર બનતા રહી ગયું છે.

ફ્લાઈટ ટેકઓફ થવાની થોડી મિનિટો પહેલા જ મિસાઈલ હુમલો

ઈઝરાયેલના તેલ અવીવના એરપોર્ટ પર AI-140માં લગભગ 220 મુસાફરો સવાર હતા. આ દરમિયાન ફ્લાઈટ ટેકઓફ કરે તેની થોડી મિનિટો પહેલા જ હુમલો થયો. જે સમયે વિમાનના ટેકઓફની તૈયારીઓ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક મિસાઈલ પર નજર પડી... મિસાઈલની જાણ થતાં જ અધિકારીઓએ તુરંત વિમાન રોકી દીધું... ત્યારબાદ રન-વે પર તપાસ કરવામાં આવી અને 30 મિનિટ બાદ વિમાનનો ટેકઓફની મંજુરી અપાઈ. ઉલ્લેખનિય છે કે, ઈઝરાયેલામાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા ઓપરેશન અજય ચલાવાઈ રહ્યું છે.

જો થોડું મોડું થયું હોત તો...

નામ ન છાપવાની શરતે એરલાઈન્સના એક અધિકારીએ કહ્યું કે, જો 1 મિનિટ પહેલા વિમાને ટેકઓફ કર્યું હોત તો મોટી દુર્ઘટના સંર્જાવાની સંભાવના હતી. ઘટનાથી વાકેફ અધિકારીએ કહ્યું કે, ડ્રીમલાઈનર 787 ટેકઓફ માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. મિસાઈલની માહિતી મળી ત્યારે થોડી મિનિટો બાદ આ વિમાન ટેકઓફ થવાનું હતું. જો થોડી મિનિટો પહેલા ટેકઓફ કર્યું હોત તો વિમાન મિસાઈલની ઝપેટમાં આવવાની વધુ સંભાવના હતી. મિસાઈલના કારણે વિમાનના ટેકઓફમાં 30 મિનિટનો વિલંબ થયો. અધિકારીઓએ જણાવ્યું કે, ઓપરેશન અજય હેઠળ એઆઈ-140ની આ ત્રીજી ફ્લાઈટ હતી. એરલાઈન્સે સુરક્ષાના કારણે ઓપરેશન અટકાવી દીધું છે.

ઓપરેશન ‘અજય’ અટકાવાયું

જોકે એર ઈન્ડિયાના પ્રવક્તાએ ઓપરેશન અજય અટકાવવા મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે મુખ્ય અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે, ઓપરેશન અજયને હાલ અટકાવી દેવાયું છે. તેમણે કહ્યું કે, સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. વિમાનના ટેકઓફ સમયે ફ્લાઈટમાં 2 પાયલોટ અને એક ફર્સ્ટ ઓફિસર તૈનાત હતા. મિસાઈલની માહિતી મળતા જ તેમણે ફ્લાઈટનો અટકાવવા મજબુત થવું પડ્યું. એર ટ્રાફિક કંટ્રોલે તુરંત પાયલોટને ઉડ્ડયન રોકવા કહ્યું. જ્યા સુધી ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના અધિકારીઓની ટીમ એરપોર્ટ પર ન આવે ત્યાં સુધી ફ્લાઈટને ત્યાં જ રોકવામાં આવી. ટીમે લગભગ અડધો કલાક તપાસ કરી. ક્લિયરન્સ મળ્યા બાદ વિમાનને ટેકઓફ થવાની મંજુરી અપાઈ.


Google NewsGoogle News