Get The App

150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, સતત બીજા દિવસે બીજી દુર્ઘટના

Updated: May 18th, 2024


Google NewsGoogle News
150 પેસેન્જરને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ, સતત બીજા દિવસે બીજી દુર્ઘટના 1 - image


Image: Facebook

Air India: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના ટળી ગઈ. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-807ના એસી યુનિટમાં આગ લાગ્યા બાદ તે ફ્લાઈટ પાછી આવી ગઈ, જે બાદ સમગ્ર એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરી દેવાઈ. આ ફ્લાઈટમાં 175 મુસાફર સવાર હતા. દિલ્હીમાં શુક્રવારની સાંજે 6.38 વાગે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિગ કરાવાયું.

કોઈની જાનહાનિની માહિતી નથી

રિપોર્ટ અનુસાર આ ફ્લાઈટ દિલ્હીથી બેંગ્લુરુ જઈ રહી હતી. કોઈની જાનહાનિની માહિતી નથી. એરલાઈનના એક અધિકારીએ કહ્યું કે મુસાફર માટે બેંગ્લુરુ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ દિલ્હી પાછી આવી ગઈ અને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરી ચૂકી છે.

પૂણેમાં પણ એર ઈન્ડિયાની ફ્લાઈટને રદ કરી દેવાઈ

એર ઈન્ડિયા વિમાનથી જોડાયેલી આ સતત બીજી ઘટના છે. આ પહેલા ગુરુવારે દિલ્હી જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટને પોતાની ઉડાન રદ કરવી પડી હતી. પૂણે એરપોર્ટના રનવે પર એર ઈન્ડિયાનું વિમાન એક ટગ ટ્રેક્ટર સાથે અથડાયું હતું. તે ફ્લાઈટમાં 180 લોકો હાજર હતા અને તમામ મુસાફરને સુરક્ષિત ફ્લાઈટથી બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાએ તે ફ્લાઈટને રદ કરી દીધી.

આ ઘટના બાદ તમામ મુસાફર લગભગ 6 કલાક સુધી એરપોર્ટ પર ફસાયેલા રહ્યાં. એર ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે તમામ મુસાફરને તેમનું ભાડુ પાછુ આપી દેવાયું છે અને ઈન્ટરનેશનલ કનેક્શન વાળા મુસાફર માટે ફ્લાઈટની વ્યવસ્થા કરી દેવાઈ. તે ફ્લાઈટમાં બેસેલા એક મુસાફરે કહ્યું, જ્યારે ફ્લાઈટ ઉડાન ભરવા માટે રનવે તરફ આગળ વધી તો વિમાન એક ટગ ટ્રેક્ટરથી અથડાઈ ગઈ. તમામ મુસાફર એક કલાક સુધી ફ્લાઈટમાં ફસાયેલા રહ્યાં.'


Google NewsGoogle News