Get The App

એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બની ધમકી બાદ હડકંપ, તિરુવંનતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બની ધમકી બાદ હડકંપ, તિરુવંનતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર 1 - image


Air India Bomb threat : એર ઈન્ડિયાની એક ફ્લાઈટને બોમ્બથી ઉડાડી નાખવાથી ધમકી મળતાં હડકંપ મચી ગયું. આ વિમાન મુંબઇથી તિરુવનંતપુરમ જ જઈ રહી હતી. જોકે ધમકી મળ્યાં બાદ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. 

8 વાગ્યે વિમાને લેન્ડ કર્યું અને પછી... 

એરપોર્ટના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ વિમાને લગભગ સવારે 8 વાગ્યે તિરુવનંતપુરમ એરપોર્ટ પર લેન્ડ કર્યું અને પછી તેને આઈસોલેશન બેમાં લઈ જઇ તપાસ હાથ ધરવામાં આવી હતી. 

135 યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા 

ઉલ્લેખનીય છે કે આ વિમાનમાં 135 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. પાઇલટે તિરુવનંતપુરમ એરપોર્ટ પર પહોંચતા જ બોમ્બની ધમકીની માહિતી આપી હતી. આ વિમાનમાં 135 મુસાફરો સવાર હતા. જોકે બોમ્બની જાણકારી મળતાં ફફડાટની સ્થિતિ સર્જાઈ હતી. 


Google NewsGoogle News