Get The App

એર ઇન્ડિયા એક્સપ્રેસની નવી બેગેજ પોલિસી, નવજાત શિશુ સાથે ટ્રાવેલ કરતાં માતા-પિતાને 47 કિલોની મંજૂરી

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
એર ઇન્ડિયા એક્સપ્રેસની નવી બેગેજ પોલિસી, નવજાત શિશુ સાથે ટ્રાવેલ કરતાં માતા-પિતાને 47 કિલોની મંજૂરી 1 - image


Air India Express Baggage Allowance: એર ઇન્ડિયા એક્સપ્રેસે અમુક દેશોની મુસાફરી માટે ફ્રી લગેજ પોલિસીમાં ફેરફારો કર્યા છે. જેમાં મધ્ય-પૂર્વ અને સિંગાપોર જતાં મુસાફરો હવે 20 કિગ્રાના બદલે 30 કિગ્રા સામાન સાથે લઈ જઈ શકશે. જેમાં સાત કિગ્રા કેબિન બેગેજ લઈ જવા પણ મંજૂરી આપી છે.

બાળકો માટે ખાસ સુવિધા

એર ઇન્ડિયાએ નવજાત બાળક સાથે મુસાફરી કરતાં મુસાફરો માટે 7 કિગ્રા કેબિન બેગેજ સાથે 47 કિગ્રા સુધી સામાન લઈ જવા મંજૂરી આપી છે. નવજાત બાળકના સામાન માટે વધારાનું 10 કિગ્રા વજન મળશે. વધુમાં એરલાઇને એક્સપ્રેસ બિઝ ક્લાસમાં મુસાફરી કરતાં લોકોને 40 કિગ્રા બેગેજ અલાઉન્સ આપવાની મંજૂરી આપી છે. જે બિઝનેસ ક્લાસમાં મળતી સુવિધાને સમકક્ષ છે.


આ પણ વાંચોઃ OpenAIને ટક્કર આપનારું DeepSeek એપલ એપ સ્ટોરમાં નંબર વન, જાણો કોણે એને બનાવ્યું

નવી એક્સ્ટ્રા સર્વિસનો પણ લાભ

મુસાફરો નવી એક્સ્ટ્રા કેરિ-ઓન સર્વિસ સાથે વધારાનું ત્રણથી પાંચ કિગ્રા કેબિન બેગેજ લઈ જઈ શકશે. વધુમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે, કેબિન બેગેજની સાઇઝ મર્યાદા મુજબ સામાન લઈ જવો જરૂરી છે. તેનાથી મોટા ઇન્સ્ટ્રુમેન્ટ પર સ્પેશિયલ ચાર્જ વસૂલાશે. કેબિન બેગેજ પોલિસીમાં થયેલા ફેરફારો હેઠળ મુસાફરો બે કેબિન બેગેજ લઈ જઈ શકશે. પરંતુ બંનેનું સંયુક્ત વજન સાત કિગ્રા હોવું જરૂરી છે. જેમાં લેપટોપ બેગ, હેન્ડબેગ, બેકપેક અને નાની સાઇઝની બેગ સમાવિષ્ટ છે. કેબિન બેગેજની સાઇઝ 40 સેમી x 30 સેમી x 10 સેમીથી વધુ હોવું જોઈએ નહીં. કેબિન બેગેજ સામેની સીટ પર નીચે આરામથી ફીટ થઈ શકે તે મુજબ જ હોવી જોઈએ.

એર ઇન્ડિયા એક્સપ્રેસની નવી બેગેજ પોલિસી, નવજાત શિશુ સાથે ટ્રાવેલ કરતાં માતા-પિતાને 47 કિલોની મંજૂરી 2 - image


Google NewsGoogle News