આજથી દુબઈમાં એર શૉ, IAF બતાવશે તાકાત, ફાઈટર જેટ તેજસ, ધ્રૂવ હેલિકોપ્ટર રહેશે આકર્ષણનું કેન્દ્ર

એર શોમાં સારંગ ટીમના પાંચ ધ્રુવ હેલિકોપ્ટર, સૂર્યકિરણ ટીમના 10 હોક્સ અને ત્રણ તેજસ ભાગ લઈ રહ્યા છે

દુબઈમાં યોજાનાર એર શો માટે ભારતીય વાયુસેનાની ટીમે ઘણી એર પ્રેક્ટિસ પણ કરી છે

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
આજથી દુબઈમાં એર શૉ, IAF બતાવશે તાકાત, ફાઈટર જેટ તેજસ, ધ્રૂવ હેલિકોપ્ટર રહેશે આકર્ષણનું કેન્દ્ર 1 - image


Dubai Air Show News | દુબઈમાં આજથી થી 18 નવેમ્બર દરમિયાન યોજાનાર એર શોમાં ભારતીય વાયુસેના (Indian Air Force) પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. આ દરમિયાન તેજસની તાકાત પણ જોવા મળશે. ભારતીય વાયુસેનાની સારંગ અને સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ તેજસ સાથે સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં યોજાઈ રહેલા એર શોમાં ભાગ લેવાની છે.

ઈન્ડિયન એરફોર્સ રહેશે ચર્ચામાં 

એર શોમાં સારંગ ટીમના પાંચ ધ્રુવ હેલિકોપ્ટર,  સૂર્યકિરણ ટીમના 10 હોક્સ અને ત્રણ તેજસ સાથે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટર અને C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ પણ એર શોમાં ભાગ લઈ રહ્યા છે. દુબઈમાં યોજાનાર એર શો માટે ભારતીય વાયુસેનાની ટીમે ઘણી એર પ્રેક્ટિસ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં સારંગની ટીમે દુબઈની અલ આઈન ગ્રાન્ડ પ્રિકસમાં પોતાની તાકાત બતાવી હતી. LCA તેજસ શો દરમિયાન એરોબેટિક્સ અને સ્ટેટિક ડિસ્પ્લે બંનેમાં ભાગ લેશે.

તેજસ એર શોમાં ભાગ લેશે

વિશ્વમાં અલગ જ પ્રકારની કેટેગરીનું સૌથી હળવું ફાઇટર એરક્રાફ્ટ તેજસ જ્યાં પણ તે એર શોમાં ભાગ લે છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ફાઈટર પ્લેનનું વજન 6500 કિલો છે. તેમાં ઈઝરાયેલનું EL/M-2052 રડાર લગાવવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટ ચોતરફી હુમલા જ નહીં પણ તે એકસાથે 10 હુમલાનો જવાબ આપી શકે છે. ખાસ તો એ કે જો તેને ટેક ઓફ કરવું હોય તો તેને બહુ મોટા રનવેની જરૂર નથી.

આજથી દુબઈમાં એર શૉ, IAF બતાવશે તાકાત, ફાઈટર જેટ તેજસ, ધ્રૂવ હેલિકોપ્ટર રહેશે આકર્ષણનું કેન્દ્ર 2 - image


Google NewsGoogle News