Get The App

એરફોર્સની સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે કર્યો કમાલ, તેજસ વિમાન ઉડાવનાર પ્રથમ મહિલા પાઈલટ બની

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
એરફોર્સની સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે કર્યો કમાલ, તેજસ વિમાન ઉડાવનાર પ્રથમ મહિલા પાઈલટ બની 1 - image


Mohana Singh create history : ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે ઈતિહાસ રચી દીધો છે. મોહના સિંહ સ્વદેશી ફ્લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરનારી ભારતની પહેલી મહિલા ફાઇટર પાઇલટ બની ગઈ છે. તે એલસીએ તેજસનું સંચાલન કરનારી '18 ફ્લાઇંગ બુલેટ્સ' સ્ક્વોડ્રનમાં સામેલ થઈ ચુકી છે. તે લગભગ 8 વર્ષ પહેલાં ફાઇટર સ્ક્વોડ્રનમાં સામેલ થનારી પહેલી મહિલા ફાઇટર બની હતી. મોહના સિંહ સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠ અને અવની ચતુર્વેદી સાથે ભારતીય વાયુ સેનામાં મહિલા ફાઇટર પાઇલટોની શરૂઆતી ત્રિપુટીનો ભાગ હતી. શરૂઆતના દિવસોમાં ત્રણ પાઇલટોએ વાયુસેનાના લડાકૂ બેડાંમાંથી ઘણા વિમાન ઉડાવ્યા હતા. 

હાલમાં ભાવના કંઠ અને અવની ચતુર્વેદી પશ્ચિમી રણમાં સખોઈ 30 એમકેઆઈ ફાઇટર જેટ ઉડાવી રહી છે અને મોહના સિંહે હાલમાં જ જોધપુરમાં તરંગ શક્તિ અભ્યાસમાં ભાગ લીધો, જ્યાં તેણે સશસ્ત્ર દળોના ત્રણ ઉપ પ્રમુખો સાથે એક તેજસની ઐતિહાસિક ઉડાન ભરી. જોકે, અન્ય બે ઉપ પ્રમુખો, લેફ્ટિનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણિ અને વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને બે લડાકૂ પાઇલટો સાથે ટ્રાયલ એડિશન ધરાવતા જહાજ ઉડાવ્યું. સરકારે વર્ષ 2015 માં મહિલાઓ માટે લડાકૂ સ્ટ્રીમ ખોલી હતી. તેથી ભારતીય વાયુસેનામાં હવે લગભગ 20 મહિલા લડાકૂ વિમાન પાઇલટ છે. 

આ પણ વાંચોઃ CM હાઉસ ખાલી કરશે કેજરીવાલ, જાણો પછી ક્યાં રહેશે અને કેવી-કેવી સુવિધાઓ મળશે?

ત્રણ સેનાઓના પ્રમુખે તેજસમાં ભરી ઉડાન

જણાવી દઈએ કે, ભારતીય વાયુ સેના, થળ સેના અને નૌસેનાના ઉપ પ્રમુખોએ જોધપુરમાં આયોજિત હવાઈ અભ્યાસ દરમિયાન સ્વદેશી હલકાં લડાકૂ વિમાન (એલસી) તેજસમાં ઉડાન ભરી. અધિકારીઓએ જણાવ્યું કે, વાયુસેનાના ઉપ પ્રમુખ એર માર્શલ એ.પી સિંહે મુખ્ય લડાકૂ વિમાન ઉડાવ્યું. જોકે, થળ સેનાના ઉપ પ્રમુખ લેફ્ટિનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ અને નૌસેનાના ઉપ પ્રમુખ વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને બે સીટવાળા વિમાનમાં ઉડાન ભરી. 'હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ' (એચએએલ) દ્વારા નિર્મિત તેજસ વિમાન હવાઈ યુદ્ધ અને આક્રામક હવાઈ મદદ મિશનો માટે એક તાકતવર વિમાન છે.



Google NewsGoogle News