ઓવૈસીની પાર્ટી AIMIM દિલ્હી રમખાણોના પોસ્ટર બોય શાહરુખ પઠાણને ટિકિટ આપે તેવી શક્યતા
Delhi Election 2024: તાહિર હુસૈન બાદ દિલ્હી દંગાના અન્ય એક આરોપી શાહરૂખ પઠાણને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM (ઑલ ઈન્ડિયા મઝલિસ-એ-ઇતહાદુલ મુસ્લિમીન) એ પુષ્ટિ તો નથી કરી, પરંતુ સંકેત જરૂર આપ્યા છે. ચર્ચા થઈ રહી છે કે, શાહરૂખ પઠાણને સીલમપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. નોંધનીય છે કે, દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે અને ઓવૈસીની પાર્ટી આશરે 10 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
દિલ્હી દંગાનો આરોપી ઉતરશે ચૂંટણી મેદાને?
આ ચર્ચાની શરૂઆત ત્યારે શરૂ થઈ જ્યારે AIMIM ના પ્રદેશ અધ્યક્ષ શોએબ જમઈએ દિલ્હી દંગાના પોસ્ટર બૉય બની ચુકેલા શાહરૂખ પઠાણના ઘરે જઈને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. દિલ્હી દંગા દરમિયાન શાહરૂખ હથિયાર લહેરાવતા જોવા મળ્યો હતો. તેણે એક પોલીસકર્મી પર પિસ્તોલ ટાર્ગેટ કરી હતી. શાહરૂખ હાલ જેલમાં બંધ છે. શાહરૂખે પહેલાં ઓવૈસીની પાર્ટીએ દંગાના એક મોટા આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપી ચુકી છે.
આ પણ વાંચોઃ દક્ષિણ ભારતમાં ભાજપને મોટા ઝટકાની તૈયારી, NDAના સાથી પક્ષે ડીએમકેને કરી ઑફર...
બે દિવસ પહેલાં શોએબ જમઈએ એક્સ પર શાહરૂખ પઠાણની માતા સાથે મુલાકાત કરી તસવીર શેર કરી હતી. તેઓએ લખ્યું કે, 'થોડા દિવસો પહેલાં જેલમાં બંધ શાહરૂખ પઠાણના ઘરે તેની માતાની મુલાકાત કરી હતી. AIMIM ના એક ડેલિગેશને તેમના પરિવારે મુલાકાત કરી તેમની સ્થિતિ અને કાયદાકીય સહાયની બાબતે વાતચીત કરી છે. દિલ્હીમાં ન્યાયની મુહિમમાં અમારૂ નાનકડું પગલું ઘણાં પરિવારોને આશ્વાસન આપશે, જેના બાળકો ટ્રાયલ વિના વર્ષો સુધી જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટ અનુસાર, જામીન એવા કેદીઓનો અધિકાર છે જે ઘણાં સમયથી પડતર છે. તેમની માતાનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલના ઈશારા પર જ તેમના દીકરા પર કેસ કરવામાં આવ્યો અને હવે આ વાત તે ભૂલી નહીં શકે.'
આ પણ વાંચોઃ સેક્સ પિલ ખાઈને 7 કલાક સહવાસ માણતાં સગીર પ્રેમિકાનું મોત, ઉત્તરપ્રદેશની ચોંકાવનારી ઘટના
હાઇકમાન્ડ લેશે નિર્ણય
જમઈએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ટિકિટને લઈને અંતિમ નિર્ણય હાઇકમાન્ડ કરે છે. પ્રદેશ અધ્યક્ષના રૂપે મારી જે જવાબદારી હતી તે પૂરી કરી છે. શાહરૂખે ટિકિટ મળવાની ચર્ચાને નકાર્યા વિના કહ્યું કે, હજુ તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ, સીલમપુરથી એક મજબૂત ઉમેદવારની જરૂર છે, કારણકે આપ અને કોંગ્રેસના નેતાઓએ પક્ષ બદલી દીધો છે. MIMIM જેને પણ સીલમપુરથી ટિકિટ આપશે તે મજબૂત ઉમેદવારને આપશે.