VIDEO : અસદુદ્દીન ઓવૈસીનું ભડકાઉ નિવેદન, કહ્યું- 'નવયુવાનો!! આપણી મસ્જિદ આપણે ગુમાવી દીધી, હવે ક્યાંક એવું ન બને કે...'
Asaduddin Owaisi Statement : રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અને સુનહરી મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઑલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભડકાઉ ભાષણ આપ્યું છે.
સોમવારે (1 જાન્યુઆરી) એક સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, ઓવૈસીએ કહ્યું કે, જ્યાં આપણે 500 વર્ષ સુધી નમાઝ પઢી, આજે તે જગ્યા આપણી પાસે નથી. નવયુવાનોને હું તમને કહી રહ્યો છું આપણી મસ્જિદ આપણે ગુમાવી દીધી અને શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો. નવયુવાનો શું મારા-તમારા દિલમાં તકલીફ નથી થતી.
આ તાકાતો તમારા દિલમાં એકતા ખતમ કરવા માંગે છે. વર્ષોની મહેતન બાદ આજે આપણે એક મંજિલ સુધી પહોંચ્યા છીએ. એટલા માટે આપણી તાકાતને બનાવી રાખો.
'ક્યાંક આપણી મસ્જિદો ન છીનવી લેવામાં આવે'
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, નવયુવાનો આપણે મિલ્લી હમિયત (સમુદાયની ચિંતા) અને તાકાતને બનાવી રાખો અને મસ્જિદને આબાદ રાખો. (નમાઝ પઢવાની અપીલ કરી) ક્યાંક એવું ન બને કે આપણી પાસેથી આપણી મસ્જિદો છીનવી લેવામાં આવે.
'એકતા જ તાકાત છે'
તેમણે લોકોને એકજુટ રહેવાની અપીલ કરતા કહ્યું કે, મને આશા છે કે, આજના નવયુવાનો વિચારશે કે તે કઈ રીતે ખુદને, પોતાના પરિવારને અને પોતાના મોહલ્લાને બચાવવો છે. એકતા જ તાકાત છે. એટલા માટે એકજુટ રહો.
સુનહરી મસ્જિદ હટાવવા પર ઓવૈસીની પ્રતિક્રિયા
આ પહેલા નવી દિલ્હી નગર પાલિકા પરિષદ (NDMC)ના સુનહરી મસ્જિદને હટાવવાના પ્રસ્તાવ પર લોકોનો મત માંગવા પર ઓવૈસીએ કહ્યું હતું કે, આ નોટિફિકેશન આર્ટિકલ 25નુ ઉલ્લંઘન છે, જે આપણા ભારતીય બંધારણની ફ્રીડમ અને રિલીઝન, ફંડામેન્ટલ રાઈટ છે, તે એક હેરિટેજ જગ્યા પણ છે અને એક પૂજા સ્થળ પણ છે.
તેમણે કહ્યું કે, આ આર્ટિકલ 29નો વૉયલેશન કરે છે, કારણ કે આ આર્ટિકલ કહે છે કે, કલ્ચરની પ્રોટેક્શન થાય, આ કલ્ચરનો ભાગ રહ્યોછે. ઓવૈસીએ પૂછ્યું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકારને આખરે મુસ્લિમોથી આટલી નફરત કેમ છે? શું મસ્જિદોથી આવતા અવાજથી નફરત છે?