Get The App

'આ મુસ્લિમ વિરોધી હિંસાનો રસ્તો ખોલનારો નિર્ણય', જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણ મુદ્દે ઓવૈસીનું નિવેદન

Updated: May 7th, 2022


Google NewsGoogle News
'આ મુસ્લિમ વિરોધી હિંસાનો રસ્તો ખોલનારો નિર્ણય', જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણ મુદ્દે ઓવૈસીનું નિવેદન 1 - image


- કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં આજે પણ વીડિયોગ્રાફી થવાની છે

નવી દિલ્હી, તા. 07 મે 2022, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર વારાણસી હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હકીકતે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં સ્થિત શ્રૃંગાર ગૌરી સહિતના અનેક વિગ્રહોનો સર્વે હાથ ધરવામાં આવેલો છે. વારાણસીના સીનિયર જજ ડિવિઝનના આદેશ પર આ સર્વે થઈ રહ્યો છે. ત્યારે આ મામલે હવે રાજકારણ શરૂ થયું છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 

અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, કાશીની જ્ઞાનવાપી મસ્જિદનું સર્વેક્ષણ કરાવવાનો ઓર્ડર 1991ના પૂજા સ્થળ અધિનિયમના ખુલ્લેઆમ ઉલ્લંઘન સમાન છે. વધુમાં જણાવ્યું કે, અયોધ્યા મુદ્દેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ અધિનિયમ ભારતની ધર્મનિરપેક્ષ વિશેષતાઓની રક્ષા કરે છે જે બંધારણની માળખાકીય વિશેષતાઓમાંથી એક છે. 

ઓવૈસીએ સર્વેના નિર્ણયને એન્ટી મુસ્લિમ હિંસાનો રસ્તો ખોલનારો નિર્ણય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, કોર્ટ તરફથી ખુલ્લેઆમ સુપ્રીમ કોર્ટની અવગણના થઈ રહી છે. આ આદેશ દ્વારા કોર્ટ 1980-90ના દશકાની રથયાત્રામાં જે ખૂન-ખરાબા અને મુસ્લિમ વિરોધી હિંસા થઈ હતી તેનો રસ્તો ખોલી રહી છે.  

શુક્રવારે ટીમ જ્યારે સર્વે કરવા માટે પહોંચી ત્યારે બંને પક્ષ તરફથી જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં આજે પણ વીડિયોગ્રાફી થવાની છે. 

જાણો સમગ્ર કેસ

કાશી વિશ્વનાથ મંદિર અને તે જ પરિક્ષેત્રમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનો કેસ 1991ના વર્ષથી વારાણસીની સ્થાનિક કોર્ટમાં ચાલી રહ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ કેસની સુનાવણી અલાહાબાદ હાઈકોર્ટમાં ચાલી રહી છે. જોકે મા શ્રૃંગાર ગૌરીનો કેસ માત્ર 7.5 મહિના પુરાણો છે. 

18 ઓગષ્ટ 2021ના રોજ વારાણસીની 5 મહિલાઓએ વાદી તરીકે વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટમાં શ્રૃંગાર ગૌરી મંદિરમાં શ્રૃંગાર ગૌરી મંદિરમાં દરરોજ દર્શન-પૂજનની માગણી સહિતની અન્ય માગણીઓ સાથે એક દાવો નોંધાવ્યો હતો. કોર્ટે તેનો સ્વીકાર કરવા ઉપરાંત 



Google NewsGoogle News