'કોઈ માનો લાલ પેદા નથી થયો જે મને..' ઓવૈસીએ પોલીસ ઈન્સપેક્ટરને કેમ ધમકાવ્યાં? જાણો સમગ્ર મામલો

અકબરુદ્દીન ઓવૈસી AIMIMના ફાયરબ્રાન્ડ નેતા અને અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ છે

તેમણે ભીડ વચ્ચે જ સ્ટેજ પરથી પોલીસ ઈન્સપેક્ટરને ધમકાવ્યા હતા

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
'કોઈ માનો લાલ પેદા નથી થયો જે મને..' ઓવૈસીએ પોલીસ ઈન્સપેક્ટરને કેમ ધમકાવ્યાં? જાણો સમગ્ર મામલો 1 - image


Telangana Election 2023 : ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ફાયરબ્રાન્ડ નેતા અકબરુદ્દીન ઓવૈસી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે ભીડની વચ્ચે સ્ટેજ પરથી જ એક પોલીસ ઈન્સપેક્ટરને ધમકાવ્યા હતા. પોલીસ અધિકારીએ ફક્ત એટલી જ ભૂલ કરી હતી કે તેમણે ઈશારો કરીને અકબરુદ્દીનને કહ્યું કે ભાષણ આપવાનો સમય ખતમ થઇ રહ્યો છે. તેના પર હૈદરાબાદના સાંસદ ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી બગડ્યાં હતા અને તેમણે ધમકાવવાનું શરૂ કરી દીધું. 

શું હતો મામલો? 

ખરેખર તો અકબરુદ્દીન ઓવૈસીએ એક પોલીસ ઈન્સપેક્ટરને જાહેરમાં ધમકી આપી. પોલીસ ઈન્સપેક્ટરે ઓવૈસીને રાજ્યમાં લાગુ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા કહ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે તેમણે પોતાનું ભાષણ અટકાવવું જોઈએ કેમ કે આદર્શ આચાર સંહિતા હેઠળ નક્કી કરાયેલી સમયમર્યાદા તે વટાવી ગયા છે. તેના પર હૈદરાબાદમાં સભાને સંબોધતા ઓવૈસીએ પોલીસ અધિકારીને વેન્યૂથી જતાં રહેવા કહી દીધું હતું. 

અકબરુદ્દીન ઓવૈસીએ શું કહ્યું હતું? 

અહેવાલ અનુસાર અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસ ઈન્સપેક્ટરને કહ્યું કે જો હું મારા સમર્થકોને ઈશારો કરી દઈશ તો તેમણે અહીંથી ભાગી જવું પડશે. ઓવૈસીએ કહ્યું કે તમને શું લાગે છે કે ચાકુ અને ગોળીઓ ખાતા બાદ હું નબળો થઈ ગયો છું. એવું જરાય નથી કેમ કે હજુ મારામાં ઘણી હિમ્મત છે. હજુ પાંચ મિનિટ બાકી છે અને હું બોલીશ. તેમણે કહ્યું કે કોઈ માનો લાલ પેદા થયો નથી જે મને રોકી લે. જો હું ઈશારો કરીશ તો તમારે ભાગવું પડશે. 

'કોઈ માનો લાલ પેદા નથી થયો જે મને..' ઓવૈસીએ પોલીસ ઈન્સપેક્ટરને કેમ ધમકાવ્યાં? જાણો સમગ્ર મામલો 2 - image


Google NewsGoogle News