તમામ ૨૩ એઇમ્સના નામ બદલાશે ઃ મુસદ્દો તૈયાર
મંતવ્યો મંગાવવામાં આવ્યા પછી મોટા ભાગની એઇમ્સના નામોની યાદી સુપ્રત
સ્થાનિક હીરો, સ્વતંત્રતા સેનાની, ઐતિહાસિક ઘટનાઓ, સ્મારકો,ભૌગોલિક ઓળખના આધારે તમામ એઇમ્સને વિશિષ્ટ નામ આપવાનો પ્રસ્તાવ તૈયાર
નવી દિલ્હી,
તા. ૨૨
કેન્દ્ર સરકાર દિલ્હી સહિત તમામ ૨૩ એઇમ્સના નામ બદલવા જઇ
રહી છે. સરકારે સ્થાનિક હીરો,
સ્વતંત્રતા માટેના લડવૈયાએઓ,
ઐતિહાસિક ઘટનાઓ અથવા ક્ષેત્રના સ્મારકો અથવા તેમની વિશિષ્ટ ભૌગોલિક ઓળખના
આધારે તમામ એઇમ્સને વિશિષ્ટ નામ આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર
કલ્યાણ મંત્રાલય દ્વારા આ બાબતમાં મંતવ્યો મંગાવવામાં આવ્યા પછી ૨૩ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ
ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)માંથી મોટા ભાગના નામોના યાદી સુપ્રત કરી દેવામાં આવી છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર ૨૩માંથી કેટલીક ચાલુ છે અને
કેટલીક પ્રધાનમંત્રીી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) હેઠળ સ્થાપિત કરવામાં
આવી રહી છે. આ તમામ ૨૩ એઇમ્સ અને તેમના શહેરના નામે ઓળખાય છે. તેથી જ કેન્દ્રીય
આરોગ્ય મંત્રાલયે તમામ ૨૩ને વિશિષ્ટ નામ આપવાનો મુસદ્દો તૈયાર કર્યો છે.
નામ બદલવાના સ્થાનમાં વિભિન્ન એઇમ્સને વિશિષ્ટ નામ આપવા
માટે મંતવ્યો માગવામાં આવ્યા હતાં. જેમાં મોટા ભાગના નામો સ્થાનિક અથવા ક્ષેત્રીય
હીરો, સ્વતંત્રતા
માટેના લડવૈયાઓ, તે
ક્ષેત્રની વિશિષ્ટ ભૌગોલિક ઓળખ અને ક્ષેત્રની પ્રમુખ ઐતિહાસિક ઘટનાઓ અથવા સ્મારકો
સાથે સંકળાયેલા છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં છ નવા એઇમ્સ બિહાર (પટણા), છત્તીસગઢ
(રાયપુર), મધ્ય
પ્રદેશ (ભોપાલ), ઓડિશા
(ભુવનેશ્વર), રાજસ્થાન
(જોધપુર) અને ઉત્તરાખંડ (ઋષિકેશ)ને પીએમએસએસવાયને મંજૂરી આપવામાં આવી હતી અને આ
સંપૂર્ણપણે કાર્ય કરતી થઇ ગઇ છે.
૨૦૧૫થી ૨૦૨૨ની વચ્ચે ૧૬ એઇમ્સમાંથી ૧૦માં એમબીબીઅએસ અને
ઓપીડીની સેવા શરૃ કરી દેવામાં આવી છે. જ્યારે અનેય બેમાં ફક્ત એમબીબીએસના વર્ગો
શરૃ કરવામાં આવ્યા છે. અન્ય ચાર વિકાસના વિભિન્ન તબક્કામાં છે.