Get The App

મંકીપોક્સ મામલે એલર્ટ! દિલ્હી AIIMSએ શંદાસ્પદ દર્દીઓની સારવાર માટે જાહેર કરી ગાઈડલાઈન્સ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
Delhi Aiims



AIIMS Issues SoPs For Monkeypox Patients :  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ મંકીપોક્સને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યું છે. ત્યાર બાદથી ભારત એલર્ટ મોડ પર છે. આ દરમિયાન દિલ્હી AIIMSએ મંકીપોક્સને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. એઇમ્સે મંકિપોક્સના શંકાસ્પદ દર્દીઓના સંચાલન માટે સ્ટાન્ડર્ડ પ્રોસેસિંગ પ્રોસિજર (એસઓપી) જાહેર કરી છે. મંકીપોક્સ એ વાયરલ ઝૂનોસિસ છે જેના લક્ષણો શીતળાના દર્દીઓમાં જોવા મળતા લક્ષણો જેવા જ હોય ​​છે, જો કે તેના લક્ષણો શીતળા કરતા ઓછા ગંભીર હોય છે. તેના ફેલાવાને રોકવા માટે ઉચ્ચ સ્તરની જાગરૂકતા, તાત્કાલિક તપાસ અને ચેપ નિયંત્રણ પગલાંની જરૂર છે.

આરોગ્ય મંત્રાલય એલર્ટ પર

ભારતમાં આરોગ્ય મંત્રાલય મંકીપોક્સને લઈને સતત એલર્ટ છે. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો સાથે બેઠક કરી છે. જો કે, અત્યાર સુધી ભારતમાં મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી, તેમ છતાં સરકાર અગાઉથી સાવચેત પગલાં લઇ રહી છે. આ એસઓપીમાં AIIMS ઇમરજન્સી વિભાગમાં મંકીપોક્સના કેસોને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાંની બતાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ મંકીપોક્સની પણ વૅક્સિન બનાવાશે, કોરોનાની રસી બનાવનારી સીરમ ઇન્સ્ટિટ્યુટની મોટી જાહેરાત

મંકીપોક્સના મુખ્ય લક્ષણો 

બુખાર, ફોલ્લીઓ અથવા મંકીપોક્સ સંક્રમિતના સંપર્કમાં આવનારા લોકોને તરત મૂલ્યાંકન માટે ચિહ્નિત કરવામાં આવવા જોઇએ. બુખાર, માથામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, પીઠમાં દુખાવો, લસિકા ગાંઠોમાં સોજો, ઠંડી લાગવી, થાક લાગવો તેના પ્રમુખ લક્ષણો છે.

શંકાસ્પદ દર્દીઓને આઇસોલેશનમાં રખાશે

AIIMSએ શંકાસ્પદ દર્દીઓને આઈસોલેશન વિસ્તારમાં રાખવાનું કહ્યું છે. જેથી અન્ય દર્દીઓ અને સ્ટાફ સાથેનો સંપર્ક ઓછો કરી શકાય. AB-7 બેડ નંબર 33, 34, 35, 36 અને 37 મંકીપોક્સના દર્દીઓને અલગ રાખવા માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ પથારી ઇમરજન્સી સીએમઓની ભલામણ પર મંકીપોક્સના દર્દીઓને ફાળવવામાં આવશે અને તેમની સારવાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વિશ્વમાં મંકીપોક્સના કેસ વધતાં કેન્દ્ર સરકાર એલર્ટ, ટેસ્ટિંગ માટે 32 લેબોરેટરીનું નેટવર્ક તૈયાર

લક્ષણો દેખાતા IDSP ને જાણ કરવી

જો મંકીપોક્સના શંકાસ્પદ કેસની ઓળખ થાય, તો ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP)ના અધિકારીઓને સંપર્ક નંબર 8745011784 પર જાણ કરો. દર્દીની વિગતો, સંક્ષિપ્ત ઇતિહાસ, ક્લિનિકલ તારણો અને સંપર્ક વિગતો પ્રદાન કરવાની રહેશે.


Google NewsGoogle News