લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, AIADMK પાર્ટી NDAથી થઈ અલગ, પ્રસ્તાવ પાસ કરીને કર્યું એલાન

AIADMKના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામી આ વાતની પુષ્ટિ કરી

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, AIADMK પાર્ટી NDAથી થઈ અલગ, પ્રસ્તાવ પાસ કરીને કર્યું એલાન 1 - image


AIADMK officially ends : આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે જેને લઈ અત્યારથી જ રાજકારણમાં ઘણી ગતિવિધિ થઇ રહેલી જોવા મળે છે. આ ઉપરાંત આ વર્ષના અંતમાં ઘણા રાજ્યમાં વિધાનસભાની પણ ચૂંટણી યોજવાની છે માટે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની હરોળ વચ્ચે પોતાના પ્રચારની કામગીરી શરુ કરી દીધી છે.  એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, લોકસભા ચૂંટણી પહેલા BJPના નેતૃત્વવાળા NDAથી AIADMKએ અલગ થવાનો નિર્ણય લીધો છે. AIADMKએ ભાજપ અને NDA ગઠબંધન સાથે સંબંધો તોડી નાખ્યા છે. AIADMKના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ જાહેરાત કરી હતી.

AIADMKની બેઠકમાં ગઠબંધન તોડવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર 

AIADMKના ડેપ્યુટી કોઓર્ડિનેટરે કહ્યું કે, આ અંગેનો પ્રસ્તાવ AIADMKએ બેઠકમાં સર્વસંમતિથી પસાર કર્યો છે. AIADMK આજથી ભાજપ અને NDA ગઠબંધન સાથેના તમામ સંબંધો તોડી રહી છે. ભાજપનું રાજ્ય નેતૃત્વ છેલ્લા એક વર્ષથી અમારા પૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ EPS અને અમારા કેડર વિશે સતત બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે. જેના કારણે હવે આ ગઠબંધનનો અહીં જ અંત આવે છે આ ગઠબંધન આગળ ચાલી શકે તેમ નથી.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News