Get The App

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ભારતને ફળશે! 5 વર્ષમાં 3.38 કરોડ નોકરીઓ ઊભી કરશે : રિપોર્ટ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ભારતને ફળશે! 5 વર્ષમાં 3.38 કરોડ નોકરીઓ ઊભી કરશે : રિપોર્ટ 1 - image


AI Good for India Report |  ભારતમાં 2028 સુધી નોકરીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો થવાનો અંદાજ એક રિપોર્ટમાં મૂકવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે લાખો નવી નોકરીઓ પેદા થશે. 

સર્વિસનાઉના રિપોર્ટ અનુસાર ભારતમાં 2028 સુધી નોકરિયાતોની સંખ્યા વધીને 45.72 કરોડ થઇ જશે. જ્યારે 2023માં આ સંખ્યા 42.37 કરોડ હતી. એટલે કે આગામી પાંચ વર્ષમાં લગભગ 3.38 કરોડ નવી નોકરીઓ ઉમેરાશે.

નોકરીઓમાં વધારો થવાનું મુખ્ય કારણ ઝડપથી વધતું અર્થતંત્ર અને ટેકનોલોજીનો વધતો ઉપયોગ છે. રિપોર્ટ અનુસાર સૌથી વધુ 27.3 લાખ નવી નોકરીઓ ટેકનોલોજી સેક્ટરમાં પેદા થશે. ત્યારબાદ મેન્યુફેકચરિંગ સેક્ટરમાં લગભગ 15 લાખ, એજયુકેશનમાં 84 હજાર, આરોગ્ય સેવાઓમાં 80 હજાર નવી નોકરીઓની તકો સર્જાશે.

આ આંકડા દર્શાવે છે કે ટેકનોલોજી વિકાસ અને આર્થિક વિકાસથી ભારતમાં નોકરીઓની માંગ ખૂબ જ વધશે. જો કે તેને પ્રાપ્ત કરવા માટે ઉમેદવારોને પોતાની સ્કિલ્સને સમયાંતરે અપગ્રેડ કરવી પડશે. 

એઆઇ ભારતમાં રોજગાર પેદા કરવામાં મોટી ભૂમિકા ભજવશે. જો કે આનાથી શ્રેષ્ઠ ટેકનિકલ સ્કિલ્સ ધરાવતા લોકોની માંગ વધશે. આ સાથે જ સ્થાયી અને શાનદાર કારકિર્દીની સંભાવના પણ વધશે.

જેમ જેમ એઆઇનો દાયરો વધતો જાય છે તેમ તેમ પ્રોફેશનલ્સને એવી તકો મળી રહી છે જેનાથી તે પોતાની સ્કિલ્સનો વિકાસ કરી શકે છે. રિપોર્ટ અનુસાર સોફ્ટવેર એપ્લિકેશન ડેવલોપમેન્ટ અને ડેટા એન્જિનિયરિંગ જેવા સેક્ટર્સમાં સ્કિલ્સને અપગ્રેડ કરવા જરૂરી થઇ ગયું છે. 

જો ભારત પોતાની સ્કિલ્ડ લેબર ફોર્સને આ ક્ષેત્રોમાં નિપુણ બનાવે છે તો ભારત વૈશ્વિક ટેકનિકલ અર્થવ્યવસ્થામાં એક લીડર બની શકે છે. આ માટે ભારતની આ સ્કિલ્સમાં ઝડપથી ટ્રેનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કરવું પડશે. જેથી ભવિષ્યમાં આપણે વધુ મજબૂત બની શકીએ.


Google NewsGoogle News