Get The App

VIDEO | અચાનક ટ્રેક પર આવ્યું હાથીઓનું ઝૂંડ, AI ટેક્નોલોજીની મદદથી અકસ્માત અટક્યો

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
VIDEO | અચાનક ટ્રેક પર આવ્યું હાથીઓનું ઝૂંડ, AI ટેક્નોલોજીની મદદથી અકસ્માત અટક્યો 1 - image


AI Safety System Stops Train : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમના કારણે આસામમાં મોટી રેલ્વે દુર્ઘટના ટળી.  સમયસરે AIએ ટ્રેનના ડ્રાઈવરને એલર્ટ કરતા ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી હતી. જેના કારણે હાથીઓનું ટોળું ટ્રેન સાથે અથડાતા બચી ગયું હતું. આ ઘટના 16 ઓક્ટોબરે હવાઈપુર અને લમખાંગ સ્ટેશન વચ્ચે બની હતી. આ ટ્રેન ગુવાહાટીથી લુમડિંગ જઈ રહી હતી, ત્યારે કામરૂપ એક્સપ્રેસ રાત્રે લગભગ 8.30 વાગ્યે અકસ્માત થતા બચી ગઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો ટ્રેન ડ્રાઈવર ઉતારીને તેના ઉચ્ચ અધિકારીને હાથીઓના ટોળા વિશે માહિતી આપી. 



AIએ એલર્ટ કર્યા ને મોટી દુર્ઘટના ટળી

ટ્રેન ડ્રાઈવર જેડી શાહ અને તેના સહાયક ઉમેશ કુમાર કામરૂપ એક્સપ્રેસ લઈને જઈ રહ્યા હતા, ત્યારે જ હાથીઓનું ટોળું હવાઈપુર અને લામખાંગ વચ્ચે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યું હતું. આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ઈન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ (IDS)એ ટ્રેનના ડ્રાઈવર અને કો-ડ્રાઈવરને એલર્ટ કર્યા હતા. આ પછી બંનેએ ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી હતી. આનાથી મોટી દુર્ઘટના ટળી, નહીંતર હાથીઓનું ટોળું ટ્રેન સાથે અથડાયું હોત. તે જ સમયે, હાથીઓ ટ્રેક પરથી પસાર થયા પછી, કેટલાક લોકો રેલવે ટ્રેક પર જતા અને અવાજ કરતા જોવા મળે છે.

આ પણ વાંચો : VIDEO : ઘરમાં ઘૂસી બધી બિયર પી ગઈ ગાય, પછી ક્યારેય ન જોયા હોય તેવા દૃશ્યો દેખાયા

AI સિસ્ટમથી આટલા હાથીઓના જીવ બચાવ્યા

નોંધનીય છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત ઈન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ (IDS) રેલવે ટ્રેકના આ વિભાગમાં લગાવવામાં આવી છે. તેનાથી રેલવેને મોટો ફાયદો થયો અને મોટી દુર્ઘટના થતી ટળી. આ ઘટના બાદ, હવે પૂર્વ મધ્ય રેલવે તેના વિસ્તારના તમામ હાથી કોરિડોરમાં આ સિસ્ટમ લગાવવા જઈ રહી છે. 

આ પણ વાંચો : હરિયાણામાં મોટી દુર્ઘટના, વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ખાઈમાં ખાબકી, અનેક બાળકો ઈજાગ્રસ્ત

ઘણા સમયથી આ વ્યવસ્થા અહીંના રેલવે ટ્રેક પર આવતા હાથીઓ માટે વરદાનરૂપ બની રહી છે. પૂર્વ મધ્ય રેલવેએ 2024માં 414 અને આ વર્ષે જાન્યુઆરીથી 16 ઓક્ટોબર સુધીમાં 383 હાથીઓના જીવ બચાવ્યા છે, જે AI સિસ્ટમને આભારી છે.


Google NewsGoogle News