VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ થઈ
Pahalgam Terror Attack : પહલગામ આતંકવાદી હુમલાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. હુમલા દરમિયાન ઝિપલાઇન પર હાજર અમદાવાદના ઋષિ નામના એક પ્રવાસીએ હુમલા અંગે માહિતી આપી છે. ઋષિએ જણાવ્યું કે 'આતંકવાદીઓએ સૌથી પહેલા લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને ગોળી મારી હતી અને તે પોતે માંડ બચી ગયો. હુમલા સમયે હું છ ફૂટના અંતરે હતો અને મારી સામે બે લોકોને તેમનો ધર્મ પૂછ્યો અને પછી ગોળી મારી દીધી હતી'.
'20 સેકન્ડ પછી ખબર પડી કે આ આતંકવાદી હુમલા છે'
પહલગામમાં 6 દિવસ પહેલા થયેલા આતંકી હુમલાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના એક પ્રવાસી દ્વારા આખી ઘટના ઝિપલાઇન પર લગાવેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રત્યક્ષદર્શી ઋષિએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, 'નીચે કેવી રીતે ગોળીબાર થઈ રહ્યો હતો તેના વિશે મને 20 સેકન્ડ પછી ખબર પડી કે આ આતંકવાદી હુમલા છે.'
ધર્મ વિશે પૂછીને લોકોને ગોળી મારી રહ્યા હતા: ઋષિ
ઋષિના કહેવા પ્રમાણે 'લગભગ પાંચ આતંકવાદીઓ આર્મી યુનિફોર્મમાં હતા, તેમના ચહેરા ઢંકાયેલા હતા અને તેઓ લોકોને તેમના ધર્મ વિશે પૂછી રહ્યા હતા અને ગોળી મારી રહ્યા હતા. આ હુમલામાં હું માંડ બચી ગયો હતો.'