Get The App

અમદાવાદ, કલબુર્ગી સહિત દેશના અનેક એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
અમદાવાદ, કલબુર્ગી સહિત દેશના અનેક એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 1 - image


Bomb Threat: અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મળતી માહિતી પ્રમાણે ઈ-મેઈલ દ્વારા ફરી આ ધમકી મળતાં સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને સઘન તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પરથી કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળી હોવાનું સામે આવ્યું છે. 

કલબુર્ગી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

કર્ણાટકના કલબુર્ગી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી પણ ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ ઘટનાની જાણ એરપોર્ટ ડાયરેક્ટરે સ્થાનિક પોલીસને કરી, ત્યારબાદ પોલીસ અને બોમ્બ સ્કવોડ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને એરપોર્ટને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ, કલબુર્ગી સહિત દેશના અનેક એરપોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 2 - image

મહત્વનું છે કે, આ પહેલા રવિવારે દિલ્હી એરપોર્ટ પર બોમ્બ ધમકીનો મેઇલ મોકલવા બદલ એક 13 વર્ષના છોકરાની અટકાયત કરવામાં આવી હતી. આ અંગે પોલીસના ડેપ્યુટી કમિશનર (IGI એરપોર્ટ) ઉષા રંગનાનીએ જણાવ્યું કે, બાળકે મનોરંજન માટે આ મેઈલ મોકલ્યો હતો.

એક સપ્તાહ અગાઉ પણ મળી હતી ધમકી 

દેશભરના એકબાદ એક 50 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી સર્જાઈ હતી. સૌપ્રથમ વડોદરા, બાદમાં પટણા અને જયપુર સહિત દેશના 50  એરપોર્ટમાં બોમ્બ હોવાના ઈ-મેઈલથી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. 


Google NewsGoogle News