Get The App

15 વર્ષ જૂના વાહન અંગે મોટા નિર્ણય લેવાની સરકારની તૈયારી, સ્ક્રેપિંગ નીતિમાં થઈ શકે છે ફેરફાર

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
15 વર્ષ જૂના વાહન અંગે મોટા નિર્ણય લેવાની સરકારની તૈયારી, સ્ક્રેપિંગ નીતિમાં થઈ શકે છે ફેરફાર 1 - image


Image: Facebook

Vehicle Scrapping Policy: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પોતાની ત્રણ વર્ષ જૂની વાહન સ્ક્રેપિંગ નીતિમાં ફેરફાર કરી શકે છે અને 15 વર્ષથી વધુ જૂના વાહનોને રાહત આપી શકે છે. સરકારી અધિકારીઓ અનુસાર ફિટનેસ ટેસ્ટ કેન્દ્રો દ્વારા અયોગ્ય જાહેર થવા પર આવા વાહનોને સ્ક્રેપ કરવાનો જરૂરી નિયમોમાં ફેરફાર કરાઈ શકે છે. કેન્દ્ર સરકારે હવે વાહનને સ્ક્રેપ કર્યા પહેલાં તેની ઉંમરના બદલે પ્રદૂષણ સ્તર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલયે (MoRTH) વાહન સ્ક્રેપિંગ નિયમમાં આ પ્રકારના ફેરફારો કરવા વાહનોની પ્રદૂષણ તપાસને વિશ્વસનીય બનાવવાની યોજના ઘડી છે. MoRTHમાં સચિવ અનુરાગ જૈને મંગળવારે સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા આયોજિત વાર્ષિક સંમેલન દરમિયાન ઓટો ઉદ્યોગ પાસે આ દિશામાં મદદની અપીલ કરી હતી.  

આ પણ વાંચો : હરિયાણા ચૂંટણી માટે આપની 21 ઉમેદવારની યાદી જાહેર, જાણો વિનેશ ફોગાટ સામે કોને ટિકિટ આપી

ભારતમાં 2021માં વાહન સ્ક્રેપિંગ નીતિ શરુ કરાઈ હતી, જેથી પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે જૂના અને પ્રદૂષણ ફેલાવનારા વાહનોને રસ્તા પરથી હટાવી શકાય. આ નીતિના નિર્દેશો અનુસાર 20 વર્ષથી વધુ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષથી વધુ જૂના વ્યાપારી વાહનોને વધુ ફિટનેસ કેન્દ્રો પર જરૂરી ફિટનેસ તપાસથી પસાર થવું પડશે. જો એ તપાસના પરિણામ નકારાત્મક હોય, તો વાહનોને સ્ક્રેપયાર્ડમાં મોકલવા પડે. 

SIAM સંમેલનમાં જૈને કહ્યું કે, ‘આ પગલું વાહન માલિકોની પ્રતિક્રિયા બાદ ઉઠાવવામાં આવ્યું છે. આ નિયમ પ્રમાણે, પ્રદૂષણ ફેલાવનારા વાહનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. જ્યારે તમે એક નીતિ લઈને આવો છો કે 15 વર્ષ બાદ સ્ક્રેપિંગ જરૂરી છે, ત્યારે લોકો પણ કેટલાક સવાલ લઈને આવે છે. જો અમે તમારા વાહનની સારસંભાળ સારી રાખી છે, તો તમે મારું વાહન કેમ સ્ક્રેપ કરવા માગો છો?. એ વખતે આપણી પાસે કોઈ જવાબ હોતો નથી.’  

આ પણ વાંચો : '400નો દાવો કરનારા ક્યાં ગયા? અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત...' : ખડગે

આ નીતિને શક્ય બનાવવા માટે વાહનોની પ્રદૂષણ તપાસ પણ કડક હોવાની જરૂર છે. અનુરાગ જૈને એક શ્રેષ્ઠ પ્રદૂષણ તપાસ તંત્ર વિકસિત કરવા માટે ઉદ્યોગ પાસે મદદ માગતા કહ્યું કે, 'આપણે એ નક્કી કરવું પડશે કે પ્રદૂષણ પરીક્ષણ કંઈક એવું બની જાય જે વિશ્વસનીય હોય. હું તમને સૌને પ્રદૂષણ તપાસના કાર્યક્રમને ડિઝાઇન કરવામાં અમારી મદદ કરવાની વિનંતી કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય છે.'

વાહન સ્ક્રેપિંગથી વેચાણમાં 18%નો વધારો થઈ શકે છે

વાહન સ્ક્રેપિંગ નિયમોમાં સુધારો કરવાની આ યોજનાની વાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ટિપ્પણી વખતે જ આવી છે. વાહન સ્ક્રેપિંગ સિસ્ટમ દ્વારા ઓટો ઉદ્યોગને વેચાણમાં 18 ટકાના વધારાનો લાભ થઈ શકે છે. તેમણે યુરોપ અને અમેરિકાના ઉદાહરણ આપ્યા હતા, જ્યાં કાર ઉત્પાદકોએ આ પ્રકારની નીતિ અપનાવીને 15 ટકા સુધીના વેચાણમાં વધારો કર્યો હતો. 


Google NewsGoogle News