Get The App

ચોમાસુ અને અસહ્ય ઠંડીનો થશે ભેટો, ખરીફ-રવી પાક પર પણ પડશે અસર, જાણો હવામાન વિભાગે શું કહ્યું

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
ચોમાસુ અને અસહ્ય ઠંડીનો થશે ભેટો, ખરીફ-રવી પાક પર પણ પડશે અસર, જાણો હવામાન વિભાગે શું કહ્યું 1 - image


IMD Weather Forecast : આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સાથે પૂર અને ભુસ્ખલનની અનેક ઘટનાઓ બની છે. આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરવાના કારણે પાકને પણ મોટું નુકસાન થયું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD)એ છેક ઓક્ટોબરના મધ્ય સુધી ચોમાસુ લંબાવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત લા-લીનાના કારણે આ વર્ષે અતિશય ઠંડી પડવાની સંભાવના છે. એટલે કે આ વર્ષે ચોમાસાની સાથે અસહ્ય ઠંડી પણ અનુભવાશે અને તની અસર ખરીફ-રવી પાક પર પણ પડશે.

વધુ વરસાદ અને ઠંડીથી પાક પર કેવી રીતે પડશે અસર

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ લંબાવાના કારણે તેમજ લા-નીના લીધે સંભવિત પડનારી અસહ્ય ઠંડીથી ખરીફ અને રવી પાક પર અસર પડી શકે છે. ભારતમાં લા-નીનાના કારણે ચોમાસુ અસામાન્ય રીતે લંબાવવાની સંભાવના છે. યૂરોપિયન સેન્ટર ફૉર મીડિયમ-રેંજક વેધર ફોરકાસ્ટ (ECMWF)ના જણાવ્યા મુજબ, વરસાદ ઓક્ટોબરના મધ્ય સુધી ચાલુ રહેવાની ધારણા છે, જે લાંબા સમય સુધી જમીનને ભેજવાળી રાખશે. જેના કારણે સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે અને દેશના કૃષિ ક્ષેત્રને લાભ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : આંધ્ર-તેલંગાણામાં વરસાદથી અત્યાર સુધી 31 મોત, 432 ટ્રેન રદ, જનજીવન ઠપ

...તો રવિ પાકોને થશે ફાયદો

જો ચોમાસુ લંબાશે અને સારો વરસાદ પડશે તો તેના કારણે પાકને ફાયદો અને નુકસાન પણ થઈ શકે છે. ચોમાસુ લંબાવાના કારણે જમીનમાં ભેજ વધશે, જે રવિ પાકની વાવણી માટે ફાયદાકારક રહેશે. ખાસ કરીને મોડા રવિ પાકને ભેજથી ફાયદો થશે. આ ઉપરાંત પૂરતા વરસાદમાં મોડા ખરીફ પાકો ખીલશે, જે તેમની ગુણવત્તા અને ઉપજ બંનેમાં વધારો કરશે.

શિયાળાના પાક પર લા નીનાની અસર

લા-લીના સક્રિય થશે તો તેની અસર શિયાળાના મહિનામાં પણ જોવા મળી શકે છે. આ ઉપાંત ઠંડીની સિઝનમાં સારો વરસાદ પણ પડી શકે છે અને તેનાથી રવિ પાકોને ફાયદો થવાની આશા છે. જોકે હવામાન વિભાગ સપ્ટેમ્બરના અંતે ઓક્ટોબરથી ડિસેમ્બરની આગાહી જાહેર કરશે, જેના કારણે કેટલીક અનિશ્ચિતતા ઉભી થયેલી છે. તીવ્ર ઠંડી સાથે મેદાની વિસ્તારોમાં હિમ પણ પડી શકે છે, જે રવિ પાક માટે નુકસાનકારક છે. લાંબા સમય સુધી હિમની આગાહી કરવી પડકારજનક રહે છે, જેના કારણે ખેડૂતોએ દરરોજ સજાગ રહેવાની જરૂર છે.

આ પણ વાંચો : "ગુજરાતમાં રેડ ઍલર્ટ, 23 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી: આજે ભરતભરમાં મેઘતાંડવ


Google NewsGoogle News