આગ્રામાં સપા નેતા જુહી પ્રકાશ વિરુદ્ધ કેસ, પતિને જાનથી મારી નાંખવાની આપી ધમકી
Image:Twitter
Juhi Prakash: આગ્રામાં સમાજવાદી પાર્ટીના નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, પતિએ સપા નેતા જુહી પ્રકાશ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં જાનથી મારી નાખવાની ધમકી, મિલકત પચાવી પાડવા અને ખંડણી વસૂલવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પતિની ફરિયાદના આધારે સિકંદરા પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
સપા નેતા જુહી પ્રકાશ આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સપાના ઉમેદવાર તરીકે મેયરની ચૂંટણી લડી ચૂકી છે. તો સામે સમાજવાદી પાર્ટીની નેતા જૂહી પ્રકાશે પોતાના પતિ યોગેન્દ્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
જૂહીના પતિ યોગેન્દ્રએ ફરિયાદમાં જણાવ્યું કે, જૂહી પ્રકાશ મને સોશિયલ મીડિયા પર મળી હતી, ત્યારબાદ વાતચીત શરૂ થઈ હતી. જુહી સાથેની વાતચીત એટલી આગળ વધી કે, વાત લગ્ન સુધી પહોંચી ગઈ. જુહી મારા પર લગ્ન માટે દબાણ કરતી હતી અને જો લગ્ન ના કરુ તો ખોટા આક્ષેપો કરીને પોલીસ કેસ કરવાની ધમકી આપતી હતી અને વર્ષ 2023ની મેયરની ચૂંટણી માટે ધાકધમકી આપી મારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. જૂન 2024માં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા. ત્યારથી, જુહી મને સતત મારતી હતી અને દુર્વ્યવહાર કરતી હતી. આ અગાઉ પણ તેણે મારા પર કાચની બોટલ વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સપા નેતાના પતિના આ આરોપો પર સિકંદરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં ગંભીર કલમો લગાવવામાં આવી છે. જે બાદ સપા નેતા માટે મુશ્કેલીઓ વધી શકે છે. પતિનો આરોપ છે કે જુહી તેના પેટ્રોલ પંપ પર કબજો કરવા માંગે છે.
સપા નેતાએ પતિ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા
સપા નેતા જુહી પ્રકાશે પણ તેના પતિ પર આરોપ લગાવ્યો છે, જુહીનો આરોપ છે કે તેનો પતિ મિત્રો સાથે મળીને ગેરવર્તન કરે છે અને મારપીટ કરે છે. આ સિવાય તેના પતિનું અન્ય મહિલાઓ સાથે અફેર છે. જોકે, તેના પતિની ફરિયાદ પર સપા નેતા જૂહી પ્રકાશ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.