Get The App

'ટ્રેન તો હું જ ચલાવીશ...' વંદે ભારતના બે લોકો પાઈલટ વચ્ચે જોરદાર બબાલ, મારામારી પણ થઈ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
'ટ્રેન તો હું જ ચલાવીશ...' વંદે ભારતના બે લોકો પાઈલટ વચ્ચે જોરદાર બબાલ, મારામારી પણ થઈ 1 - image


Agra And Kota Railway Staff Clash : છેલ્લા કેટલાક વર્ષોમાં વંદે ભારત દેશના લગભગ તમામ ભાગોમાં પહોંચી છે. હવે લોકો રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનોને બદલે વંદે ભારતને વધુ પસંદ કરે છે. વંદે ભારતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થતા રહે છે. ક્યારેક તેની સ્પીડની ચર્ચા થાય છે તો ક્યારેક આ ટ્રેન પથ્થરમારાનો શિકાર બને છે. પરંતુ આ વખતે વંદે ભારતનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં ઘટના એવી છે કે, વંદે ભારત ટ્રેન ચલાવવાને લઈને રેલવેના ત્રણ લોકો-પાયલોટ વચ્ચે જોરદાર બબાલ થઈ ગઈ અને આ મામલો મારામારી સુધી પહોંચી ગયો.

શું હતો મામલો

2 સપ્ટેમ્બરના રોજ આગ્રાથી ઉદયપુર સુધી વંદે ભારતની ભેટ આપવામાં આવી હતી. આગ્રા અને કોટા ડિવિઝનના રેલવે કર્મચારીઓ વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવાને લઈને વિવાદ થયો હતો. મામલો એટલો વધી ગયો કે વંદે ભારત ટ્રેન ચલાવવા માટે બંને પક્ષોમાં મારપીટ અને વિરોધ પર્દર્શન પણ થયું.

ગાર્ડનું શર્ટ પણ ફાડી નાખ્યું

કોટા ડિવિઝનનો સ્ટાફ જ્યારે વંદે ભારત ટ્રેન લઈને આગ્રા પહોંચતો હતો ત્યારે આગ્રા ડિવિઝનના કર્મચારી તેમની સાથે મારપીટ કરતા હતા અને જ્યારે આગ્રા ડિવિઝનના કર્મચારીઓ ટ્રેન લઈે કોટા પહોંચતા હતા ત્યારે ત્યાંનો સ્ટાફ તેમને ઘેરી લેતો હતો. હવે આ મામલે એક વારલ વીડિયો સામે આવ્યો છે. જેમાં કોટા ડિવિઝનના કર્મચારીઓ આગ્રા ડિવિઝનના કર્મચારીઓને ટ્રેનમાંથી બહાર ખેંચતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં ત્રણ લોકો વંદે ભારત ટ્રેનની બારીમાંથી અંદર પ્રવેશ કરે છે અને ટ્રેનનો દરવાજો ખોલતા જ બાકીના લોકો પણ અંદર જઈને ગાર્ડને ખેંચીને બહાર કાઢે છે. ગાર્ડનો શર્ટ પણ ફાટી ગયેલો હોય છે અને તેને થપ્પડ મારવામાં આવી રહી છે.

કેવી રીતે મામલો શાંત પડ્યો

આ મામલો શાંત પાડવા માટે રેલવે અધિકારીઓ અને પોલીસને પણ દરમિયાનગીરી કરવી પડી હતી. વિવાદ ઉકેલવા માટે બંને ડિવિઝન વચ્ચે સમજૂતી થઈ છે. જેમાં નક્કી કરવામાં આવ્યું કે બંને વિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રેનના અલગ-અલગ ભાગોને ચલાવવામાં આવશે. આ નિર્ણય સાથે આજે વંદે ભારતની ત્રીજી સફરને શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક રવાના કરવામાં આવી છે. આ મામલો હવે ઉકેલાય તેમ જણાય રહ્યું છે. આગ્રા ડિવિઝન દ્વારા વિરોધ કરી રહેલા કર્મચારીઓ સામે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News