અગ્નિવીર વાયુ સેનામાં જોડાવવાની તક, આજથી શરૂ થઈ ભરતી, જાણો કેવી રીતે કરશો અપ્લાય
Indian Air Force Agniveer Vayu job Post: ભારતીય સેનામાં જોડાઈ દેશસેવા કરવા ઈચ્છુકો માટે મહત્ત્વની ભરતી બહાર પડી છે. ઈન્ડિયન એર ફોર્સ અગ્નિવીર વાયુ (અગ્નિવીર વાયુ સેના)માં જોડાવવા માગતાં ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મદદથી અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા આજથી 8 જુલાઈથી શરૂ થઈ છે, જેની છેલ્લી તારીખ 28 જુલાઈ છે.
અરજી કરવા માટેની લાયકાતઃ અગ્નિવીર વાયુ સેનામાં જોડાવવા માંગતા ઉમેદવારની વય 18થી 21 વર્ષની હોવી જરૂરી છે. જેનો જન્મ 3 જુલાઈ-04થી 3 જાન્યુઆરી-08ના ગાળામાં થયેલો હોવો જરૂરી છે. માત્ર અવિવાહિત ઉમેદવાર જ અરજી કરી શકશે. તેમજ સેવામાં જોડાયા બાદ ચાર વર્ષ સુધી લગ્ન કરી શકશે નહીં. મહિલા ઉમેદવાર પણ ચાર વર્ષના સેવાકાળ દરમિયાન ગર્ભવતી થઈ શકશે નહીં. સેનામાં જોડાતી વખતે વિવિધ શરતોનો સ્વીકાર કરતા ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરવાના રહેશે.
શૈક્ષણિક લાયકાતઃ ઉમેદવાર ધોરણ 12 વિજ્ઞાન, ગણિત, ફિઝિક્સ, અને અંગ્રેજી વિષયો સાથે ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ઉર્તીણ હોવો જોઈએ. આ સિવાય ત્રણ વર્ષનો એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં કોર્સ 50 ટકા માર્ક્સ સાથે પૂર્ણ કરેલો હોવો જોઈએ. અથવા ફિઝિક્સ, ગણિત જેવા વિષયોમાં સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી બે વર્ષનો વોકેશનલ કોર્સ 50 ટકા માર્ક્સ સાથે પૂર્ણ કરેલો હોવો જોઈએ. જો વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ન કર્યો હોય તો પણ માન્ય શિક્ષણ બોર્ડમાંથી અંગ્રેજીમાં 50 ટકા માર્ક્સ સાથે મઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કરેલુ હોવુ જોઈએ.
શારિરીક લાયકાતઃ પુરૂષ ઉમેદવારની લઘુત્તમ ઉંચાઈ 152.5 સેમી જ્યારે મહિલા ઉમેદવારની ઉંચાઈ 152 સેમી હોવી જોઈએ. વજન ઉંચાઈ અને વયના પ્રમાણમાં હોવુ જોઈએ. પુરૂષની ચેસ્ટ સાઈઝ 77 સેમી હોવી જોઈએ. શારિરિક રીતે કોઈ ખોડખાંપણ ન હોય તેમજ કોઈ ગંભીર બિમારીથી પીડાતા લોકોની પસંદગી થશે નહીં.
પગાર ધોરણઃ ચાર વર્ષના સેવાકાળ દરમિયાન પગાર દર વર્ષે વધતો જશે. જેમાં પ્રથમ વર્ષે રૂ. 30000 પ્રતિ માસ, બીજા વર્ષે રૂ. 33000, ત્રીજા વર્ષે 36500 અને ચોથા વર્ષે 40000 પ્રતિ માસ રહેશે. ચાર વર્શ બાદ સેવા નીધિ પેકેજમાંથી લગભગ રૂ. 10.4 લાખ મળવા પાત્ર રહેશે. સેવાકાળ દરમિયાન રૂ. 48 લાખનો નોન-કોન્ટ્રીબ્યૂટરી એલઆઈસી પણ મળશે.
ફિઝિકલ ફિટનેસ ટેસ્ટઃ પુરૂષ ઉમેદવારે 1.6 કિમીની દોડ 7 મિનિટમાં, જ્યારે મહિલા ઉમેદવારે 8 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. પુરૂષ ઉમેદવારે 1-1-1 મિનિટમાં 10 પુશ-અપ્સ, 10 સિટ-અપ્સ, અને 20 સ્ક્વોટ્સ કરવાના રહેશે. મહિલા ઉમેદવારે 1.30 મિનિટમાં 10 સિટ-અપ્સ અને 1 મિનિટમાં 15 સ્ક્વોટ્સ કરવાના રહેશે. જેમાં પાસ થનાર ઉમેદવારના મેડિકલ ટેસ્ટ થશે.
આ રીતે કરો અરજી
ઓનલાઈન અરજી માટે https://agnipathvayu.cdac.in/AV/ પર ક્લિક કરવાની રહેશે. જેમાં રજિસ્ટ્રેશન કરાવી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. પાસપોર્ટ સાઈઝ ફોટો, ડાબા હાથના અંગૂઠાની ઈમ્પ્રેશન ઈમેજ અને સાઈન અપલોટ કર્યા બાદ રૂ. 550 વત્તા જીએસટી પેટે ફી ભરવાની રહેશે. જેમાં ઓનલાઈન માન્ય ગેટવે પ્લેટફોર્મ પરથી પેમેન્ટ કરી શકાશે.
પરિક્ષા પદ્ધતિઃ માન્ય ઉમેદવારે 60 મિનિટની ઓનલાઈન ટેસ્ટ નિર્ધારિત તારીખે આપવાની રહેશે. જેમાં ફિઝિક્સ, ગણિત અને અંગ્રેજી વિષયો સંબંધિત પ્રશ્નો હશે. વિજ્ઞાન પ્રવાહ સિવાયના ઉમેદવારોએ 45 મિનિટની ઓનલાઈન ટેસ્ટ આપવાની રહેશે. જેમાં સીબીએસઈ બોર્ડ આધારિત અંગ્રેજી, રિઝનિંગ અને જનરલ અવેરનેસને લગતાં પ્રશ્નો સમાવિષ્ટ હશે. તમામ પેપર ઓબ્જેક્ટિવ અને હિન્દી-અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ હશે. વિજ્ઞાન અને વિજ્ઞાન સિવાયના વિષયોમાં લાયક ઉમેદવારોએ કુલ 85 મિનિટનું ફિઝિક્સ, ગણિત, અંગ્રેજી, રિઝનિંગ અને જનરલ અવેરનેસ વિષયો સંબંધિત પેપર આપવાનું રહેશે. પરિક્ષાની પસંદગી ઉમેદવારની લાયકાતના આધારે થશે.