'અમે કેન્દ્રમાં સત્તામાં આવીશું તો અગ્નિવીર યોજના બંધ કરી દઈશું' અખિલેશ યાદવની મોટી જાહેરાત

અખિલેશે મોટો દાવો કર્યો હતો કે 15 લાખ કરોડના કોર્પોરેટ ફ્રોડની ભરપાઈ કરવા માટે નોટબંધી લાવવામાં આવી હતી

અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર અને ભાજપ સામે તાક્યું નિશાન

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
'અમે કેન્દ્રમાં સત્તામાં આવીશું તો અગ્નિવીર યોજના બંધ કરી દઈશું' અખિલેશ યાદવની મોટી જાહેરાત 1 - image


Agniveer recruitment will be stopped: અખિલેશ યાદવે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, જો કેન્દ્રમાં INDIA ગઠબંધનની સરકાર બનશે તો સૌથી પહેલાં અગ્નિવીર યોજના બંધ કરવામાં આવશે.  ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે શનિવારે પત્રકારો સાથે વાત કરતા આ મોટો દાવો કર્યો હતો. 

ચૂંટણી ઢંઢેરામાં કરશે મોટો વાયદો 

સમાજવાદી પાર્ટીના  હેડક્વાર્ટરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે જો INDIA ગઠબંધન સરકાર બનશે તો તેઓ સૌથી પહેલા અગ્નિવીર યોજના પર તાળાબંધી કરવામાં આવશે. એટલું જ નહીં, તેમણે એવો પણ દાવો કર્યો કે સમાજવાદી પાર્ટી તેને તેમના 2024ના ઘોષણાપત્રમાં એક વાયદા તરીકે પણ સામેલ કરશે.

જ્યારે હું લગ્નમાં ડ્રોન ઉડતા જોઉં છું... 

આ દરમિયાન અખિલેશ યાદવે ડીમોનેટાઈઝેશન સ્કીમ એટલે કે નોટબંધીને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રૂ. 15 લાખ કરોડના કોર્પોરેટ ફ્રોડની ભરપાઈ કરવા માટે નોટબંધી લાવવામાં આવી હતી. નોટબંધી પર કટાક્ષ કરતા અખિલેશે કહ્યું કે સરકારે પહેલા 2000 રૂપિયાની નોટ છાપી અને પછી તેને બંધ કરી દીધી. હવે જ્યારે હું લગ્નમાં ડ્રોન ઉડતા જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે જાણે રૂ. 1000ની ચિપવાળી નોટો જોઈ રહ્યો છું. 

'અમે કેન્દ્રમાં સત્તામાં આવીશું તો અગ્નિવીર યોજના બંધ કરી દઈશું' અખિલેશ યાદવની મોટી જાહેરાત 2 - image


Google NewsGoogle News