અમને 98 લાખ તો મળ્યા પણ...: શહીદ અગ્નિવીરના પિતાએ સરકાર પાસે કરી આ માંગ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
અમને 98 લાખ તો મળ્યા પણ...: શહીદ અગ્નિવીરના પિતાએ સરકાર પાસે કરી આ માંગ 1 - image


Agniveer Martyr Ajay kumar family Demand :  અગ્નિવીરના શહીદોને આપવામાં આવનાર વળતરને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ સામ-સામે આવી ગયા છે. પંજાબના શહીદ અગ્નવીર અજય કુમારના પરિવારે સ્પષ્ટ કર્યું છે, કે તેમને 98 લાખ રૂપિયા મળ્યા છે, પરંતુ વળતરની આ રકમ અજય કુમારનું સ્થાન ન લઈ શકે. શહીદ અજયના પિતાએ પણ અગ્નિવીર યોજના નાબૂદ કરવાની માંગ કરી હતી, અને કહ્યું હતું કે અમને પેન્શન અને કેન્ટીન કાર્ડ પણ મળવું જોઈએ.

શું માત્ર આટલી રકમથી પરિવાર જીવતો રહી શકે: શહીદની બહેન

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શહીદ અજયની બહેને પણ આવી જ માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, "મારા ભાઈએ ચાર વર્ષની નોકરીમાં પોતાનો જીવ ગુમાવ્યો. સરકાર 1 કરોડ આપવાનું વચન આપે છે, શું માત્ર આટલી રકમથી પરિવાર જીવતો રહી શકે? સરકારે અમને પૈસા આપ્યા, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ યોજના બંધ થઈ જાય." આ ઉપરાંત તેમણે અગ્નિવીર યોજનાનું પુનઃ મૂલ્યાંકન કરવાની પણ માંગ કરી હતી. 

અજયના પરિવારને 98.39 લાખ રૂપિયા મળી ચુક્યા છે: સેના

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 2022માં અગ્નવીર યોજના લાગુ કરવામાં આવી હતી. આ અંતર્ગત યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળે છે. આ યોજનાની શરૂઆતથી જ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે વિરોધ દર્શાવ્યો હતો, અને તેને પાછી ખેંચવાની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ પણ આ મુદ્દો સંસદમાં ઘણીવાર ઉઠાવી ચૂક્યા છે. શહીદ અજયના પરિવારે સ્વીકાર્યું કે, તેમના પરિવારને 98 લાખ રૂપિયા મળ્યા હતા, પરંતુ આર્મી તરફથી માત્ર 48 લાખ રૂપિયા જ મળ્યા હતા. જો કે, સેનાએ આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, સેના દ્વારા અજયના પરિવારને 98.39 લાખ રૂપિયા મળી ચુક્યા છે. 

ગઈકાલે રાત્રે, ભારતીય સેનાએ એક નિવેદન આપતા કહ્યું હતું કે, શહીદના પરિવારને વળતર મળ્યું નથી. સેનાનું આ નિવેદન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટ્વિટર પરની પોસ્ટ બાદ આવ્યું છે, જેમાં તેમણે શહીદના પરિવારને વળતર ન મળવાનું ટાંકીને કહ્યું હતું. સેનાએ પોતાના નિવેદનમાં પુષ્ટિ કરી છે કે, અજય કુમારના પરિવારને કુલ 98.39 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. 

કુલ રકમ આશરે રૂ. 1.65 કરોડ હશે : સેના

સેનાએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, ભારતીય સેના અગ્નિવીર અજય કુમાર દ્વારા કરવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. કુલ બાકી રકમમાંથી 98.39 લાખ રૂપિયા પહેલાથી જ ચૂકવી દેવામાં આવ્યા છે. અગ્નિવીર યોજનાની જોગવાઈઓ અનુસાર અંદાજે રૂ. 67 લાખની ગ્રેચ્યુટી રકમ અને અન્ય લાભો પોલીસ વેરિફિકેશન પછી તરત જ તેમના એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે. કુલ રકમ આશરે રૂ. 1.65 કરોડ હશે.


Google NewsGoogle News