Get The App

અમને મળ્યા હતા એક કરોડ રૂપિયા: રાહુલ ગાંધીના નિવેદન બાદ શહીદ અગ્નિવીરના પિતાની સ્પષ્ટતા

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
અમને મળ્યા હતા એક કરોડ રૂપિયા: રાહુલ ગાંધીના નિવેદન બાદ શહીદ અગ્નિવીરના પિતાની સ્પષ્ટતા 1 - image



Political News: 18મી લોકસભાનો પ્રથમ સત્ર હાલ ચાલુ છે. સત્રના છઠ્ઠા દિવસે ગૃહની કાર્યવાહીમાં ઘણો કકળાટ થયો હતો. રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ જવાબ આપતા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. દરમિયાન તેમણે અગ્નિવીર યોજના (Agniveer Scheme)માં શહીદોને શહીદનો દરજ્જો તેમજ પેન્શન આપવામાં ન આવતી હોવાનો દાવો કર્યો હતો. જેના પર રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) તેમના દાવાને રદિયો આપતા જણાવ્યું કે, જો કોઇ અગ્નિવીરની મોત થાય છે તો તેને 1 કરોડ રૂપિયા પેન્શન આપવામાં આવે છે. હવે આ મામલે શહીદ અગ્નિવીરના પિતાએ રાહુલ ગાંધીના નિવેદનને રદિયો આપ્યો છે.

શું બોલ્યા શહીદના પિતા?
અગ્નિવીર ગાવતે અક્ષય લક્ષ્મણનું સિયાચિનના પડકારરૂપ વિસ્તારમાં ફરજ દરમિયાન મોત નિપજ્યું હતું. મહારાષ્ટ્રના વતની લક્ષ્મણ પહેલો અગ્નિવીર છે જે દેશ માટે શહીદ થયો છે. મીડિયા અહેવાલ અનુસાર જે અગ્નિવીરનો રાહુલ ગાંધીએ ગૃહમાં ઉલ્લેખ કર્યો હતો તેના પિતાએ રાહુલ ગાંધીના નિવેદનને નકાર્યું છે. શહીદ અગ્નિવીર અક્ષય ગવાટેના પિતાએ કહ્યુ કે, તેમને પુત્ર શહીદ થયા બાદ કુલ 1 કરોડ 10 લાખ રૂપિયા વળતર રૂપે મળ્યા હતા. જો અગ્નિવીર ફરજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના પરિવારને 1 કરોડ રૂપિયા (સેવા નિધિ પેકેજ સહિત) મળે છે. જો અગ્નિવીર સેવા દરમિયાન વિકલાંગ બને છે તો તેને 44 લાખ રૂપિયા વળતર આપવામાં આવે છે.

સૈનિકોથી કઇ રીતે અલગ હોય છે અગ્નિવીર?
નિયમિત સૈનિકથી અગલ અગ્નિવીરોને નિવૃત્તી બાદ પેન્શન આપવામાં આવતી નથી તેમજ માત્ર 25 ટકા અગ્નિવીર જ ચાર સાલ બાદ સૈન્યમાં સામેલ થઇ શકે છે. આવા અગ્નિવીરોને પેન્શન સંબંધી લાભ આપવામાં આવે છે. જો કે, જે અગ્નિવીરને ચાર સાલની સેવા બાદ હટાવી દેવામાં આવે છે તેમને આ પ્રકારની કોઇ સુવિધા મળતી નથી. રાહુલ ગાંધી બાદ અખિલેશ યાદવે પણે અગ્નિવીર યોજના અંગે ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે, 'ઇન્ડિ' ગઠબંધન જ્યારે સત્તામાં આવશે ત્યારે આ યોજનાને હટાવી દેવામાં આવશે.


Google NewsGoogle News