Agniveer Bharti 2024 : અગ્નિવીર ભરતીના નિયમો બદલાયા, ટુંક સમયમાં શરૂ થશે નોંધણી, જાણો નવી પ્રક્રિયા
હવે અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોરકીપર કેટેગરીની જગ્યાઓ માટે ટાઇપિંગ ટેસ્ટ આપવી ફરજિયાત કરવામાં આવ્યો છે
ફિલિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવામાં આવશે, લેખિત પરીક્ષા બે કલાકની રહેશે
Image Social Media |
તા. 6 જાન્યુઆરી 2024, શનિવાર
આર્મીમાં અગ્નિપથ યોજના હેઠળ થનારી અગ્નિવીર ભરતીને લઈને આર્મી બોર્ડ દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોરકીપર કેટેગરીની જગ્યાઓ માટે ટાઇપિંગ ટેસ્ટ આપવી ફરજિયાત કરવામાં આવ્યો છે. આ નવો નિયમ અગ્નિવીર સત્ર 2024-25થી લાગુ કરવામાં આવશે. ભારતીય સેનાએ આ અંગે એક નોટિફિકેશન જારી કર્યુ છે. આ સાથે દેશના તમામ આર્મી બોર્ડને એક પત્ર પણ મોકલવામાં આવ્યો છે. જેમાં નવા નિયમો અંગેની સૂચનાઓ અને તેના પાલન વિશેની માહિતી આપવામાં આવી છે.
અગ્નિવીર ભરતીમાં ટાઈપિંગ ટેસ્ટ વિશે પણ આર્મીએ જાણકારી આપી છે. અંગ્રેજી ટાઈપિંગ માટે 35 શબ્દો અને હિન્દી ટાઈપિંગ માટે 30 શબ્દો પ્રતિ મિનિટ સ્પીડની ચર્ચા કરવામાં આવી છે. તેની વિસ્તૃત માહિતી આર્મીના નોટીફિકેશનમાં આપવામાં આવી છે. આ વિશેની વધુ માહિતી માટે ઉમેદવારોએ આર્મીની અધિકૃત વેબસાઈટ https://www.joinindianarmy.nic.in પર જવાનું રહેશે.
સ્ટોર કીપર અને ક્લાર્કની જગ્યા માટે યોગ્યતા
આર્મીમાં અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોરકીપરની જગ્યા માટે ધો. 12મું ઓછા ઓછામાં 60 ટકા માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ. આ સાથે દરેક વિષયોમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોવા જરુરી છે. ક્લાર્કના પદ માટે અંગ્રેજી, ગણિત, એકાઉન્ટ અને બુક કીપિંગ ફરજીયાત છે. સાથે સાથે આ જગ્યાઓ માટે ઉંમર 17 થી 21 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
બે કલાકની હશે પરીક્ષા
અગ્નિવીર ભરતીની પ્રક્રિયામાં આ પ્રમાણે છે. જેમા ફિલિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવામાં આવશે. લેખિત પરીક્ષા બે કલાકની રહેશે. જેમાં બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો પુછવામાં આવશે. દરેક ખોટા જવાબ સામે 25 ટકા માઈનસ માર્કિંગ રહેશે. લેખિત પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં-ઓછા 35 ટકા જરુરી છે. જો કે ટેક્નિકલ માટેના ઉમેદવારોએ 80 ટકા નંબર મેળવવા જરૂરી છે.