ચૂંટણી પત્યાં બાદ મણિપુરમાં ફરી હિંસા, ઉગ્રવાદીઓએ ઘરોને આગ ચાંપી, હથિયારોની માગ કરાઈ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પત્યાં બાદ મણિપુરમાં ફરી હિંસા, ઉગ્રવાદીઓએ ઘરોને આગ ચાંપી, હથિયારોની માગ કરાઈ 1 - image


Image: Facebook

Manipur Violence: મણિપુરના જિરીબામ જિલ્લામાં કથિત રીતે ઉગ્રવાદીઓએ એક વ્યક્તિની હત્યા કરી દીધી. જેના કારણે ત્યાં ભડકેલી હિંસા બાદ મૈતેઈ સમુદાયના 200થી વધુ લોકોને તેમના ગામથી બહાર કાઢીને નવા બનાવવામાં આવેલા રાહત શિબિરમાં પહોંચાડવામાં આવ્યા છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. 

જિરીબામ જિલ્લાના બહારના ગામ લમતાઈ ખુનૌ, ડિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ જિરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાહત શિબિરમાં રહેતા લોકોના ઘરોને સળગાવી દીધા.

શહેરથી 30 કિમી દૂર રહે છે વિસ્થાપિત

અધિકારીઓએ જણાવ્યું કે નવા વિસ્થાપિત થયેલા મોટાભાગના લોકો જિરીબામ શહેરથી 30 કિલોમીટરથી વધુ દૂરના ગામમાં રહી રહ્યાં છે. તેમણે કહ્યું કે વધુ સુરક્ષાકર્મચારીઓએ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. મણિપુર પોલીસે ઈમ્ફાલ ખીણમાં સ્થિત રાજ્ય પોલીસના કમાન્ડો કર્મચારીઓને તાત્કાલિક શનિવારે ડ્યૂટી માટે જિરીબામ જવાનો આદેશ આપ્યો છે.

સોઈબામ સરતકુમાર ખેતરમાંથી લાપતા થઈ ગયા હતા

પોલીસે જણાવ્યું કે જાતીય સંઘર્ષથી ગ્રસ્ત મણિપુરના જિરીબામ જિલ્લામાં ગુરુવારે સાંજે તણાવ ફેલાઈ ગયો. જ્યારે એક સમુદાયના 59 વર્ષીય વ્યક્તિની બીજા સમુદાયના ઉગ્રવાદીઓ દ્વારા કથિતરીતે હત્યા કરી દેવાઈ. 

સોઈબામ સરતકુમાર સિંહ નામના વ્યક્તિ સવારે પોતાના ખેતરમાં ગયા બાદ લાપતા થઈ ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાદમાં તેનો મૃતદેહ મળ્યો જેની પર કોઈ ધારદાર વસ્તુથી ઈજાના નિશાન હતા. તેમણે જણાવ્યું કે ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ બદલામાં એક ખાલી પડેલા માળખામાં આગ લગાવી દીધી.

લોકોએ હથિયાર વાપસી માટે પ્રદર્શન કર્યું

સ્થાનિક લોકોએ જિરીબામ પોલીસ સ્ટેશનની સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું અને માગ કરી કે ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેમની પાસેથી લેવામાં આવેલા લાયસન્સ હથિયાર ચૂંટણી પૂરી થયા બાદ તેમને પાછા આપવામાં આવે.

જિરીબામ જેમાં મૈતેઈ, મુસ્લિમ, નાગા, કુકી અને બિન-મણિપુરી લોકોની એક વિવિધ જાતીય સંરચના છે, ગયા વર્ષે મે થી મણિપુરમાં ચાલી રહેલા જાતીય સંઘર્ષથી અત્યાર સુધી પ્રભાવિત રહ્યો છે. ઈમ્ફાલ ખીણ સ્થિત મૈતેઈ અને પહાડી વિસ્તાર સ્થિત કુકી લોકોની વચ્ચે જાતીય સંઘર્ષના કારણે 200થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે.


Google NewsGoogle News