ક્લાઈમેટ ચેન્જ : આ વર્ષે વસંત ઋતુ આવી જ નહીં, શિયાળા પછી તરત જ ગરમી શરૂ!

વિશ્વમાં જળવાયું પરિવર્તન એક મોટો પડકાર છે અને ભારત પણ તેમાથી બાકાત નથી

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ક્લાઈમેટ ચેન્જ : આ વર્ષે વસંત ઋતુ આવી જ નહીં, શિયાળા પછી તરત જ ગરમી શરૂ! 1 - image
Image Envato 

પર્યાવરણમાં થઈ રહેલા પરિવર્તનની ખરાબ અસરો હવે કોઈનાથી છુપી નથી. પર્યાવરણનો અભ્યાસ કરી રહેલા વિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે આ વખતે શિયાળામાં જળવાયુ પરિવર્તનની એવી અસર થઈ છે કે જેના કારણે વસંત ઋતુ જ ગાયબ થઈ ગઈ છે. ક્લાઈમેટ કંટ્રોલમાં ઊંડો અભ્યાસમાં દેશના 34 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની મોસમ પર ગ્લોબલ વાર્મિંગની અસર જોવા મળી છે.

ઋતુઓમાં આવી રહ્યો છે ફેરફાર

વિશ્વમાં જળવાયું પરિવર્તન એક મોટો પડકાર છે અને ભારત પણ તેમાથી બાકાત નથી. જળવાયુમાં પરિવર્તનની ખરાબ અસર જોવા મળી રહી છે અને હવે તો તેના આંકડા પણ ગવાહી આપી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે પર્યાવરણ પર અભ્યાસ કરતી સંસ્થા ક્લાઈમેટ સેન્ટરના નિષ્ણાતો અને આંકડાઓ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે જળવાયુ પરિવર્તનના કારણે ભારતમાં ઋતુઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. શિયાળાની મોસમ પર આ વિશેશ રુપે જોવા મળી રહી છે. ક્યાક શિયાળામાં તાપમાન વધી રહ્યું છે તો ક્યાંક ઓછું થઈ રહ્યુ છે. કેટલાક લોકો તો એમ પણ કહે છે કે શિયાળા પછી આવતી વસંત ઋતુ લાગે છે કે ગાયબ થઈ ગઈ છે. 

વધી ગયું છે ધરતી પરનું તાપમાન 

ક્લાઈમેટ સેન્ટરના વાઈસ પ્રેસિડેન્ટનું કહેવું છે કે, મધ્ય અને ઉત્તર ભારતીય રાજ્યોમાં જાન્યુઆરીમાં તાપમાનમાં ઘટાડો થયા પછી ફેબ્રુઆરીમાં તાપમાનમાં જે ઝડપથી વધારો થયો છે તે શિયાળામાંથી વસંતની જેમ આગળ વધવાની અસરનો સ્પષ્ટ સંકેત છે. કોલસો અને તેલનો ઈંધણ તરીકે પ્રયોગ કરીને લોકો ભારતમાં દરેક મોસમમાં ધરતીના તાપમાનને વધારી રહ્યા છે.   

વર્ષ 2023માં બન્યો નવો રેકોર્ડ

જળવાયુ પરિવર્તનના સંદર્ભે જોઈએ તો વર્ષ 1850 થી વૈશ્વિક સરેરાશ તાપમાનમાં 1.3 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુનો વધારો થયો છે અને આ આંકડાએ વર્ષ 2023 માટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તાપમાનમાં આટલો વધારો થવા પાછળ મુખ્ય કારણ કોલસો, તેલ અને કુદરતી ગેસને બાળવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધે છે. ક્લાઈમેટ સેન્ટ્રલના રિપોર્ટનો હેતુ  ભારતના જળવાયુ પરિવર્તનના વૈશ્વિક પ્રવાહોના સંદર્ભમાં તપાસ કરવા અને અહીં થઈ રહેલા પરિવર્તનનો અભ્યાસ કરવા માટે છે. આ રિપોર્ટ શિયાળા (ડિસેમ્બર-ફેબ્રુઆરી) ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. 


Google NewsGoogle News