વંદે ભારત બાદ હવે એર ટેક્સી, 7 મિનિટમાં દિલ્હીથી ગુરુગ્રામ પહોંચી જવાશે, જાણો કેટલું ભાડું?

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
વંદે ભારત બાદ હવે એર ટેક્સી, 7 મિનિટમાં દિલ્હીથી ગુરુગ્રામ પહોંચી જવાશે, જાણો કેટલું ભાડું? 1 - image


Image Source: Freepik

Air Taxi India: સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે દેશને એર ટેક્સીની ભેટ ટૂંક સમયમાં મળવા જઈ રહી છે. DGCAએ અર્બન એર મોબિલિટી પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. જોકે, સરકાર દ્વારા આ અંગે સત્તાવર કંઈ કહેવામાં નથી આવ્યું. 2026માં દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુમાં એર ટેક્સી શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા અન્ય શહેરો પણ શરૂ થશે.

એક અહેવાલ પ્રમાણે DGCAએ દેશમાં એર ટેક્સીની ઉડાન અંગે રોડમેપ તૈયાર કરવા માટે તકનીકી સમિતિઓનું ગઠન કર્યું છે. ઈ-વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એટલે કે, eVTOL સાથે સબંધિત નિયમો તૈયાર કર્યા બાદ Indigoની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (IGE) ઈન્ફ્રા અંગે કામ શરૂ કરી દેશે. IGE  અમેરિકી એર ટેક્સી કંપની આર્ચર એવિએશન સાથે મળીને કામ કરવા જઈ રહી છે. 

એર ટેક્સી સાથે સબંધિત તમામ કામ વર્ષ 2026 સુધીમાં પૂરા થઈ જશે

DGCA એર ટેક્સી સાથે સબંધિત અલગ-અલગ પાસાઓની જાણકારી એકત્ર કરવા માટે અનેક પેનલની રચના કરી છે. તેમાં એર નેવિગેશન, કયા રૂટ પર એર ટેક્સી કામ કરશે, સુરક્ષા અને વર્ટિપોર્ટ્સ સાથે જોડાયેલા સ્ટાન્ડર્ડસ સામેલ છે. ભારતમાં એર ટેક્સી સાથે સબંધિત તમામ કામ વર્ષ 2026 સુધીમાં પૂરા થઈ જશે. 

કયા રૂટ હશે અને કેટલું ભાડું હશે?

અહેવાલ પ્રમાણે એર ટેક્સીની શરૂઆત  દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુમાં વર્ષ 2026 સુધીમાં થઈ જશે. ત્યારબાદ ચેન્નાઈ અને હૈદરાબાદમાં આ સેવાની શરૂઆત થશે. આર્ચર્સના CEO નિખિલ ગોયલે જણાવ્યું કે, એર ટેક્સીનું ભાડું કેબ સર્વિસ Uber કરતા થોડું જ વધારે હશે. ઉદાહરણ તરીકે દિલ્હીથી ગુડગાંવ જવામાં Uberનું ભાડું  રૂ. 1,500થી 2,000 થાય છે. એર ટેક્સીમાં (પ્રતિ પેસેન્જર) 1.5% થશે અને તે 2,000થી 3,000 સુધી જઈ શકે છે. મહત્વની વાત એ છે કે, એર ટેક્સીની મદદથી યાત્રી દિલ્હીથી ગુડગાંવનું અંતર માત્ર 7 મિનિટમાં કાપી શકશે. તેનો એક રૂટ બાંદ્રાથી કોલાબા પણ હોઈ શકે છે. 


Google NewsGoogle News