યુપીની જેમ હવે હિમાચલમાં પણ દુકાનો પર માલિકના નામ અને ID લગાવવા ફરજિયાત, સરકારનો મોટો નિર્ણય

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
યુપીની જેમ હવે હિમાચલમાં પણ દુકાનો પર માલિકના નામ અને ID લગાવવા ફરજિયાત, સરકારનો મોટો નિર્ણય 1 - image


Himachal Pradesh Food Outlets Rule : હિમાચલ પ્રદેશમાં પણ ઉત્તર પ્રદેશની જેમ ખાણી-પીણીની લારી અને દુકાનદારોએ પોતાની ઓળખ માટે નામ અને આઈડી લગાવવું પડશે. કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, હવે ખાણી-પીણીની દુકાનો અને ફાસ્ટ ફૂડના માલિક ઓળખપત્ર પણ બતાવશે, જેનાથી લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. શહેરી વિકાસ અને નગર નિગમની મંગળવારે (24 ઓક્ટોબર) થયેલી બેઠકમાં આ અંગે આદેશ પસાર કરાયો છે. 

સમિતિની થશે રચના

હિમાચલ પ્રદેશમાં બજારો માટે નીતિ નિર્માણને લઈને વિધાનસભા અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ મંત્રી હર્ષવર્ધન ચૌહાણની અધ્યક્ષતામાં સમિતિ બનાવી છે. આ સમિતિમાં વિક્રમાદિત્ય સિંહ અને મંત્રી અનિરૂદ્ધ સિંહ સહિત કુલ 7 સભ્યને સામેલ કરવામાં આવ્યા છે. સમિતિની પહેલી મીટિંગ ગત મંગળવારે સચિવાલયમાં થઈ હતી, જેમાં ઘણાં મહત્ત્વના વિષયો પર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચોઃ ઢાબા-રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામનું પોલીસ વેરિફિકેશન, નામ ડિસ્પ્લે કરવું ફરજિયાત; યોગીના નવા ફરમાનથી વિવાદ



ઓળખપત્ર લગાવવા પડશે

મંત્રી વિક્રમાદિત્ય સિંહે જણાવ્યું કે, 'હિમાચલ પ્રદેશમાં બજારમાં ખાણી-પીણીના સ્ટોલ અને લારીવાળા માટે કાયદો બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશની જેમ હિમાચલના બજારોમાં પણ વેપારીઓએ પોતાના નામ અને ઓળખપત્ર લગાવવું પડશે. આ સિવાય તેમના માટે અલગથી કાર્ડ પણ રજૂ કરાશે.'


Google NewsGoogle News