ભારે હોબાળા વચ્ચે ઉદ્ધવ બાદ હવે ભાજપના જ કદાવર નેતા નીતિન ગડકરીના હેલિકોપ્ટરનું ચેકિંગ
Maharashtra Assembly Election: મહારાષ્ટ્રના લાતૂરમાં મંગળવારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની ચૂંટણી અધિકારીઓએ તપાસ કરી હતી. ગડકરી લાતૂરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા ત્યારે તેમની બેગ ચેક કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ પહેલાં શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બેગની બે વખત તપાસ કરવામાં આવી હતી. ઠાકરેએ આ તપાસને લઈને પ્રશ્ન કર્યાં હતાં અને સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી અધિકારીઓને પાઠ ભણાવવાની વાત કહી હતી.
ગડકરીના બેગની તપાસ
જોકે, હવે લાતૂરમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ગડકરીની હેલિકોપ્ટરમાં રાખવામાં આવેલી બેગની પણ તપાસ કરવામાં આવી છે. આ પહેલાં પણ ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસને ચૂંટણી પંચે એસઓપીનો ભાગ જણાવ્યો હતો. ઠાકરેની બેગની બે વાર તપાસ કરાયા બાદ આ વિવાદ ઉભો થયો છે. પૂર્વ મુખ્યમંત્રીએ આ કાર્યવાહીને વિધાનસભા ચૂંટણી પહેલાં વિપક્ષને પરેશાન કરવાની બિનજરૂરી કાર્યવાહી જણાવી.
ચૂંટણી પંચે કહ્યું કે, આચારસંહિતા હેઠળ ચૂંટણી અધિકારીઓ દ્વારા નિયમિત રૂપે ઓચિંતી તપાસ કરવામાં આવે છે, જેથી મતદાઓને લલચાવવા માટે ભેટ અને રોકડ વિતરણને રોકી શકાય.
ઉદ્ધવ ઠાકરેની બેગ ચેક કરાઈ
ઉદ્ધવ ઠાકરેસની બેગ પહેલીવાર સોમવારે યવતમાલમાં હેલિકોપ્ટર લેન્ડિંગ બાદ ચેક કરવામાં આવી હતી. બીજા દિવસે ઠાકરે હેલિકોપ્ટરથી એક રેલી માટે લાતૂર પહોંચ્યા ત્યાં ફરી તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર કર્યો વિરોધ
શિવસેના (UBT) આ મામલે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં તેઓ ચૂંટણી અધિકારીઓને પૂછે છે કે, વારંવાર બેગની તપાસની જરૂર કેમ પડી? વીડિયોમાં અધિકારીઓના અનેક નામ, પદ અને નુયક્તિ પત્ર માગીને પૂછે છે કે, હજુ સુધી તમે કેટલા લોકોની તપાસ કરી?
'હું હંમેશા પહેલો ગ્રાહક કેમ બનું છું?'
જ્યારે ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, તે પહેલાં વ્યક્તિ છે જેની તપાસ કરવામાં આવી તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'હું હંમેશા પહેલો ગ્રાહક કેમ બનું છુ? શું ચૂંટણી પંચ મહારાષ્ટ્રમાં રેલી કરવા માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની બેગની તપાસ કરે છે?'
આ પણ વાંચોઃ અદાણીની હાજરીમાં શરદ પવારે અમિત શાહ સાથે સરકાર રચવાની વાત કરી હતી, દિગ્ગજનો દાવો
મહાયુતિએ કર્યાં પ્રહાર
મહાયુતિ (શિવસેના-ભાજપ ગઠબંધન)ના નેતાઓએ નેતાઓએ આ વિશે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાં કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરે પાસે સંતાડવાનું કંઈ નથી તો તે તપાસનો વિરોધ કેમ કરે છે?
મહાવિકાસ અઘાડીના નેતાઓએ આ ઘટનાને ચૂંટણી પહેલાં વિપક્ષને પરેશાન કરવાનું કાવતરૂ કહી દીધું. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, 'ચૂંટણી આયોગ પોતાનું કામ કરે છે, અમને કોઈ તકલીફ નથી. પરંતુ, એકનાથ શિંદે અને અજીત પવારે 25 કરોડ મોકલ્યા છે. શું ચૂંટણી પંચ મહાયુતિ નેતાઓના બેગ અને હેલિકોપ્ટરની પણ તપાસ કરે છે? શું મહાયુતિ નેતાઓના બેગમાં ફક્ત અન્ડરવેર હોય છે?