ઉદયપુર બાદ જયપુરમાં તંગદિલી, સ્કૂટી સવારને એટલો માર્યો કે મૃત્યુ પામી ગયો, લોકોએ ધરણાં શરુ કર્યા
Jaipur Violence: રાજસ્થાનના ઉદયપુર બાદ હવે જયપુરમાં તંગદિલી સર્જાઈ છે. ઘટના એવી છે કે, અહીં ઈ-રીક્ષામાં સવાર યુવકોએ સ્કૂટી સવારને એટલો માર માર્યો કે તે મૃત્યુ પામી ગયો. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ આક્રોશમાં આવી ધરણા શરૂ કરી દીધા છે. ધરણા પર બેઠેલા લોકોએ વિશેષ સમુદાયના યુવકોની ધરપકડ કરવાની માગ કરી છે.
ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના શાસ્ત્રીનગર વિસ્તાર નહીં સ્વામી વસ્તીમાં મોડી રાત્રે બની હતી. અહીં દિનેશ સ્વામી નામનો એક વ્યક્તિ સ્કૂટી પર સવાર થઈને જઈ રહ્યો હતો આ દરમિયાન એ રીક્ષા પર સવાર યુવકોએ તેને રોકી લીધો અને વિવાદ કરવા લાગ્યા. આ યુવકોએ સ્કૂટી સવાર વ્યક્તિને ક્રૂરતાપૂર્વક માર માર્યો. તેનાથી દિનેશ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ ગયો. ઘટના બાદ દિનેશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો.
લોકોએ ધરણાં શરૂ કર્યા
જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ લોકોને થઈ તો લોકો રોષે ભરાયા અને તાત્કાલિક એકઠા થઈને રસ્તા પર ધરણા પ્રદર્શન શરૂ કરી દીધું ધરણા પર બેઠેલા લોકોનું કહેવું છે કે, આરોપીઓની ઝડપથી ધરપકડ કરવામાં આવે. સુચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે એક યુવકની ધરપકડ કરી છે અને આ સાથે જ લોકોને અપીલ કરતાં કહ્યું કે. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું.
ઉદયપુર હિંસા
રાજસ્થાનના ઉદયપુરનાં સૂરજપોલ વિસ્તારમા 16 ઓગસ્ટના રોજ બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાકુબાજીની ઘટના બન્યા બાદ ભયંકર હિંસા શરૂ થઈ ગઈ હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેને તુરંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બીજી તરફ હુમલાની માહિતી મળતા જ હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે અને અહીં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ હાલ રાજ્યમાં ભારે હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મોલ અને ઘણા વાહનોમાં પણ આગ લગાવી દેવાઈ હતી. હાલ અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.