તિરુપતિ પ્રસાદીના વિવાદ વચ્ચે રામમંદિરથી આવ્યા મોટા સમાચાર, પ્રસાદના નમૂના લેબ મોકલાયા
Prasad Controversy: આંધ્ર પ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો હજુ શાંત નથી થયો, ત્યાં હવે ઉત્તર પ્રદેશના અયોધ્ય રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદના રૂપે વહેંચવામાં આવતા ઈલાયચીના દાણાના નમૂના તપાસ માટે ઝાંસીની એક સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
આસિસ્ટન્ટ ફૂડ કમિશનર દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે, રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદના રૂપે વહેંચવામાં આવતા ઈલાયચીના દાણાના નમીના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા જમા કરવામાં આવ્યા છે. આ નમૂનાને ઝાંસીની એક સરકારી પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જ્યાં તેનું પરીક્ષણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મથુરા, પ્રયાગરાજના પ્રસિદ્ધ મંદિરોમાં બહારના પ્રસાદ પર પ્રતિબંધ, અયોધ્યામાં પણ તૈયારી
ઝાંસીમાં થશે પરીક્ષણ
રામ મંદિર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર, 'દરરોજ પવિત્ર પ્રસાદના રૂપે અંદાજિત 80 હજાર ઈલાયચીના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. આસિસ્ટન્ટ ફૂડ કમિશનર માણિક ચંદ સિંહે જણાવ્યું હતું કે, IGRS દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના પગલે, હૈદરગંજ વિસ્તારથી નમૂના ખરીદવામાં આવ્યા, જ્યાં ઈલાયચી દાણાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ નમૂનાને વ્યાપક પરીક્ષણ અને મૂલ્યાંકન માટે ઝાંસીની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
શું છે તિરૂપતિ પ્રસાદ વિવાદ?
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ એનડીએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુ ચરબીની ભેળસેળનો આરોપ લગાવ્યો હતો. જોકે, પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તેને રાજકીય નિવેદન જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ 'ભારત માતાની જય' બોલવું એ હેટ સ્પીચ નથી, હાઈકોર્ટે 5 લોકો સામે દાખલ FIR ફગાવી દીધી
દેશના સૌથી અમીર મંદિરનું સંચાલન કરનાર બોર્ડે શુક્રવારે ખુલાસો કર્યો હતો કે, તિરૂપતિ મંદિરના પ્રસાદની ગુણવત્તાની તપાસ માટે મોકલેલા નમૂનામાં ખરાબ ગુણવત્તાવાળું ઘી અને પશુની ચરબીની ભેળસેળની જાણ થઈ છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ લાડુમાં પશુ ચરબીની મિલાવટનો દાવો કર્યો હતો. આ મુદ્દાને લઈને ભૂતપૂર્વ વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી જનગમોહન રેડ્ડીએ તેને ધ્યાન ભટકાવવાની રાજનીતિ જણાવ્યું હતું.